શિક્ષણ માનવજીવનની પ્રાથમિક અને મુખ્ય જરૂરિયાત માંહેની એક છે. આજના અર્વાચીન યુગમાં રોટી, કપડા, મકાન, આરોગ્ય અને શિક્ષણ પાયાની જરૂરિયાતો છે. દુનિયામાં જે પ્રજા શિક્ષણમાં આગળ હતી એ બીજી પ્રજાની સાપેક્ષે પ્રગતિ કરી ગઈ. આધુનિક યુગમાં યુરોપ, અમેરિકા જેવા ભૂભાગમાં શિક્ષણ વહેલું અને વ્યાપક પ્રસાર પામ્યું. પ્રાચીન કાળમાં ભારતમાં નાલંદા, તક્ષશિલા, વલભી જેવી વિદ્યાપીઠો હતી. બહાર દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ભારત આવતા હતા. એ અરસામાં ભારત સોને કી ચીડિયા જેવા અલંકારથી નવાજવું પડે એવી પ્રગતિ ધરાવતું હતું. આક્રાંતાઓ આવ્યા અને ચતુરાઈપૂર્વક ભારતની આ શિક્ષણની સંસ્થાઓ ધ્વસ્ત કરી નાખી. અને પોતાના શાસનકાળ દરમિયાન ફરીથી ઉભી ન થવા દીધી. પરિણામે ભારત પોતાની પ્રાચીન શિક્ષણ પ્રથાથી તદ્દન કપાઈ ગયું અને ગુલામ બની ગયું. આ બંને ઉદાહરણમાં દેશ કે ઉપખંડોની પ્રગતિનો આધાર શિક્ષણ હતું. યુરોપની પ્રજા પોતાના શિક્ષણના આધારે દરિયાપાર ઉતરી અને આખા વિશ્વ પર છવાઈ ગઈ હતી. અમેરિકા જેવું રાષ્ટ્ર પણ પોતાની જ્ઞાનની શક્તિના આધારે આજે વિશ્વની મહાસત્તા છે. જ્ઞાન ત્રીજી આંખ છે. ગુજરાતીમાં કહેવત પણ છે કે વિદ્યાહીન નર તે પશુ.
સામાન્ય રીતે માણસ જે શિક્ષણ લે છે તેના આધારે તેની કારકિર્દી ઘડાય છે. જે મુજબની કારકિર્દી ઘડવી હોય, જે વ્યવસાય કરવો હોય એ મુજબનું શિક્ષણ લેવું જરૂરી છે. અમુક પ્રવૃત્તિઓ કે વ્યવસાય એવા છે જ્યાં શિક્ષાની જરૂરીયાત નથી, રાજકારણ અને આતંકવાદ એમાના મુખ્ય છે. આતંકવાદ તો એવો વિષય છે કે જ્યાં મેળવેલ શિક્ષણ મુજબ કામ મળી રહે છે. જે અશિક્ષિત છે તે કમર પર પટ્ટો બાંધીને ભીડભાડ વચ્ચે ફાટી પડે છે, જે શિક્ષિત છે એ આવા અશિક્ષિતોને કમર પર પટ્ટો કઈ રીતે બાંધવો અને બટન કેમ દબાવવું જેવી ટ્રેનિંગ આપે છે. દેશ મંગળ પર ઉતરાણ કરી ગયો, ચંદ્ર પર ઉતરાણ કરી ગયો, અત્યાધુનિક સેટેલાઈટ અવકાશમાં સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરવામાં ભારતીય વૈજ્ઞાનિકોને સફળતા મળી, દેશ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો, ફુગાવાનો દર દશ વર્ષના સૌથી નીચલા સ્તરે રહ્યો, દેશનું વિદેશી હૂંડિયામણ રેકોર્ડ સ્તરે પહોચ્યું, જીએસટી કલેક્શન પણ ઐતિહાસિક સ્તરે પહોચ્યું…. જેવી દેશની ઉપલબ્ધિઓ માટે આ આતંકવાદીઓને કોઈ લેવાદેવા નથી. તેઓ ભારતની અંદર રહેલ પાકિસ્તાન છે. અને ભૌગોલિક પાડોશી પાકિસ્તાન આ લોકો કરતા ઓછું ખતરનાક છે, કારણકે એ સ્પષ્ટ દેખાય તેમ સામે છે, જયારે આ લોકો આપણી વચ્ચે, દેશનું ખાઈને, દેશના સંસાધનોનો ઉપયોગ કરીને દેશને ખોખલો કરવાના સતત પ્રયત્નો કરતા રહે છે.
વામપંથી વિચારધારા ધરાવતા નપુંસક ભારતીય હરામખોરોની જમાત એક એવો નેરેટીવ ફેલાવવાનો સતત પ્રયાસ કરી રહી છે કે આતંકવાદ શિક્ષણના અભાવનું પરિણામ છે. જો કોઈ કોમમાં શિક્ષણનું પ્રમાણ વધી જશે તો એ આતંકવાદ તરફ વળતી બંધ થઇ જશે અને સૌ સારાવાના થઇ જશે જેવો વાંઝિયો દિલાસો ભારતની જનતાને સતત આપી રહ્યા છે એમનું કહેવું છે કે એમનું ઓછું શિક્ષણ અને ગરીબી એમને આ પ્રવૃત્તિ તરફ વળી જવા માટે જવાબદાર છે. ગદ્દારની કક્ષાના નિર્વીર્ય પત્રકારો, પરિવારવાદની રાજનીતિમાંથી પેદા થયેલા કરોડરજ્જુ વિનાના નેતાઓ, ભાંડ કક્ષાના સરકારી તાબેદાર બૌદ્ધિકો દેશની જનતાને આ મુદ્દે ગુમરાહ કરવાનો એક એજન્ડા વર્ષોથી ચલાવી રહી છે અને આતંકવાદીઓ વારે વારે આ વૈચારિક પ્રપંચકારોના એજન્ડાને ખોટો પાડી રહ્યા છે. ૧૯૯૩ના સૌથી ભયાનક મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો માસ્ટર માઈન્ડ યાકુબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી પ્રતિષ્ઠિત ભારતીય સંસ્થાની ડિગ્રી ધરાવતો હતો.
ધાર્મિક કટ્ટરવાદ આગળ શિક્ષણ શરણાગતિ સ્વીકારી લે છે એ દિલ્હી વિસ્ફોટો વખતે ફરી એક વખત સાબિત થઇ ગયું છે. આ આતંકવાદી ઘટનામાં સામેલ પાંચ ડોક્ટરોએ રાજકીય પક્ષોના આશ્રિત લહિયા પત્રકારો, ટીવી પર બેસીને સતત દેશવિરોધી માનસિકતાથી ભૂંકતા રહેતા રાજકીય પક્ષોના પ્રવક્તાઓને ફરી વખત ખોટા પાડ્યા છે કે આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો અને આતંકવાદ એ ગરીબી અને શિક્ષણના અભાવનું પરિણામ છે. મહેબૂબા મુફ્તી જેવા અલગાવવાદી આતંકીઓના પરિવારના પક્ષમાં ઉતરી પડે છે, બની શકે કે કોઈ એવું પણ નીકળી આવે જે આ ઘટનાને વાજબી પણ ઠેરવી શકે. ભારતમાં આ શક્ય છે. કારણકે અમુક રાજકીય પક્ષોએ વર્ષો સુધી આતંકવાદને જસ્ટીફાય કર્યે રાખ્યો છે.
આતંકવાદનો એકમાત્ર ઉકેલ એનો સમૂળો નાશ છે. જેમ ધરો સુકાઈ ગયા બાદ પણ ભેજ કે પાણી મળતા ફરી ફરી ફૂટી નીકળે છે એમ આતંકવાદ ધાર્મિક બ્રેઈનવોશનું પાણી મળતા ફૂટતો રહે છે. ધરોનો ઈલાજ પેસ્ટીસાઇડ છે જે મૂળ સુધી બાળી નાખે છે. કઈક આવા ઈલાજો શોધવાનું શરુ કરવું પડશે એ સમય આવી ગયો છે. જેમ જેમ ઉપલબ્ધિઓ ઉંચી થતી જાય તેમ તેમ અનિષ્ટોનું જોખમ નિવારવું અનિવાર્ય બની જાય છે. વર્ષોની મહેનત બાદ મળેલ સફળતાઓ જો આવા અધર્મીઓના કારણે ભોગવી ન શકાય તો એ સફળતાઓનો કોઈ મતલબ નથી. ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપભેર પ્રગતિ કરતું રાષ્ટ્ર છે. દેશની આ સફળતાના મીઠા ફળ દેશની જનતા સુધી પહોચવા જ જોઈએ. જો એ રસ્તે કોઈ આવી અડચણો આવી ઉભી રહેતી હોય તો તેને ક્રૂર બની કચડી નાખવી જરૂરી છે. જે પ્રજા દેશની પ્રગતિમાં ભોગ આપી રહી છે, સહભાગી થઇ રહી છે, એ પ્રજાને આતંકવાદથી પીડાઈને ન રહેવું પડે, એ દરકાર લેવાની જવાબદારી પણ સરકારની છે. હવે સમય આવી ગયો છે કે આતંકીઓની તરફેણમાં બોલતો, વિચારતો કે કઈક કરતો દરેક વ્યક્તિ આતંકવાદી છે એ માનીને ચાલવું પડશે.
ક્વિક નોટ – ધર્મ એ અફીણ છે. – કાર્લ માર્ક્સ
production@infiniumpharmachem.com














































