દામનગરના શાખપુરથી ગારિયાધાર તરફ જતા રોડ પરથી એક યુવક દારૂની ત્રણ બોટલ સાથે પકડાયો હતો. ગારિયાધારના નાની વાવડી ગામનો કલ્પેશભાઈ મુળજીભાઈ પરમાર (ઉ.વ.૨૭) પાસેથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. જાફરાબાદમાં એક પુરુષ પાસેથી ત્રણ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.