અમદાવાદમાં અરાજકતા ફેલાવનાર વ્યાજખોર પોલીસના સકંજામાં આવી જવા પામ્યો છે.આખરે મસ્તાની ગેંગનો ભાવેશ રબારી પકડાયો છે. જમીન દલાલ મનીષ રાઠોડ પર હુમલાના કેસમાં ભાવેશ રબારીની ધરપકડ કરી છે. પાટણથી વ્યાજખોર ભાવેશ રબારીની ધરપકડ કરવામાં આવી છે. કુખ્યાત મસ્તાની ગેંગના વ્યાજખોરોએ મનીષ રાઠોડ પર હુમલો કર્યો હતો. ભાવેશ દેસાઈ, ભાર્ગવ દેસાઈ, દેવરામ સહિતના અસામાજીક તત્વોએ માર માર્યો હતો. ફરિયાદી મનીષ રાઠોડે આરોપીઓ પાસેથી અગાઉ રૂપિયા ઉછીના લીધા હતા. ૩૦ ટકા વ્યાજની ચૂકવણી છતાં ગુંડાઓ મનીષને પરેશાન કરતા હતા.
અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી બેફામ બનેલા લુખ્ખાઓ ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. નાગરિકોની સુરક્ષાના પોલીસના વાયદાઓ ધાર વિનાની તલવાર બની જવા પામ્યા છે. લુખ્ખાઓએ જેલમાંથી બહાર નીકળતાની સાથે જ આતંક મચાવ્યો છે. ફરિયાદી પર હુમલો કરી રાજ્યની કાયદો અને વ્યવસ્થાને ચેલેન્જ ફેંકી રહ્યા છે.
કુખ્યાત મસ્તાની ગેંગના ગુંડાઓએ મનીષ રાઠોડ નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો. ભાવેશ દેસાઈ, ભાર્ગવ દેસાઈ અને દેવરામ સહિતના લુખ્ખાઓએ માર માર્યો હતો. મનીષ રાઠોડે આરોપીઓ સામે અગાઉ પણ પોલીસમાં ફરિયાદ કરી હતી. થોડા સમય પહેલા ફરિયાદી મનીષ રાઠોડે આરોપીઓ પાસેથી રૂપિયા લીધા હતા. ૩૦ ટકા વ્યાજની ચૂકવણી કરવા છતા ગુંડાઓ મનીષને પરેશાન કરતા હતા. મિત્ર માટે લીધેલા રૂપિયા પાછા આપી દેવા છતાં લુખ્ખાઓ વ્યાજ માંગતા હતા.જે તે સમયે વ્યાજખોરના ત્રાસથી કંટાળી મનીષ રાઠોડે ફરિયાદ કરી હતી. મનીષ રાઠોડે ફરિયાદ કરતા લુખ્ખાઓ સામે કાર્યવાહી થઈ હતી. મનીષ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે ૬ આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. વ્યાજખોરીના કેસમાં પોલીસે લુખ્ખાઓને જેલમાં બંધ કર્યા હતા. જેલમાંથી છૂટતાની સાથે જ લુખ્ખાઓએ મનીષ રાઠોડ પર હુમલો કર્યો હતો.