ગુજરાતના રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં ગરમાવો લાવી દે તેવી એક ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પોતાની પત્ની અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી વચ્ચે અનૈતિક સંબંધો હોવાના ગંભીર આક્ષેપો કરતા હડકંપ મચી જવા પામ્યો હતો. એટલું જ નહીં, આ વ્યક્તિએ પોતાની પત્ની અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના સંબંધોના આક્ષેપ સાથે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે કોર્ટના આદેશ બાદ અટલાદરા પોલીસે શહેરની પ્રતિષ્ઠિત ગણાતી વિન્શ્યોર (વિયોર) સ્કૂલના સંચાલક અને બાળકોની માતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, ગોત્રી વિસ્તારમાં રહેતાં ૪૪ વર્ષીય વ્યક્તિના વર્ષ ૨૦૧૧માં લગ્ન થયા હતા અને ૧૫ વર્ષના લગ્ન જીવન દરમિયાન તેમને બે પુત્રીઓ જન્મી છે. છેલ્લા કેટલાક સમયથી દંપતી વચ્ચે ઝઘડો ચાલતો હોવાથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. હાલ બાળકોની કસ્ટડી માતા પાસે છે. બાળકોના જન્મના દાખલામાં પાસપોટમાં તથા સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મૂક્યા હતા ત્યારે તેમના નામ પાછળ પિતાનું નામ લખેલું હતું. પરંતુ પતિનો મુખ્ય આક્ષેપ છે કે પિતા હયાત હોવા છતાં અને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા કે સરકારી ગેઝેટ વગર જ શાળાના રેકોર્ડમાંથી પિતાનું નામ અને અટક કમી કરીને માતાનું નામ ચડાવી દેવામાં આવ્યું છે.
આ ઘટનામાં ફરિયાદીએ પોતાની એફ.આઈ.આર.માં કરવામાં આવેલા સૌથી ચોંકાવનારો આરોપ લગાવ્યો છે કે તેમની પત્નીને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સાથે અનૈતિક સંબંધો છે. તેની પત્ની ઉત્તર ગુજરાતની એક સહકારી મંડળી સાથે જાડાયેલી હતી. આક્ષેપ છે કે પત્ની અને રાજકીય-સહકારી અગ્રણીઓએ મળીને મંડળીમાં નાણાકીય કૌભાંડ પણ આચર્યું હતું, જેમાં અગાઉ રાજકીય અગ્રણીની ધરપકડ પણ થઈ ચૂકી છે. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, જા આવી રીતે શાળાઓ મનસ્વી રીતે પિતાના નામ બદલી નાખે, તો પૈસાના જારે રોહિંગ્યાઓને પણ ભારતીય બનાવી દેવામાં આવશે.”
કોર્ટના આદેશથી પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ફરિયાદીની પત્ની ઉત્તર ગુજરાતની મંડળી સાથે જાડાયેલી હતી. આ મંડળીમાં કૌભાંડની યોજના ઘડાઈ હતી. જેમાં પત્ની તથા રાજકીય તથા સહકારી અગ્રણીએ રૂપિયામાં કૌભાંડ કર્યા હતા. આ મામલે ઉત્તર ગુજરાતમાં પોલીસ પણ સક્રિય થઈ હતી રાજકીય અગ્રણીની ધરપકડ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
પતિએ પત્ની પર કરેલા આક્ષેપથી હડકંપ મચી ગયો છે. પોલીસે આ ઘટનામાં દખલગીરી કરીને બિલ વિસ્તારમાં આવેલી વિન્શ્યોર સ્કૂલના માલિક અને સંચાલકો સામે વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજા બનાવવાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે કાયદા મુજબ, કોર્ટના ઓર્ડર કે ગેઝેટ વગર પિતાનું નામ બદલી શકાય નહીં. ફરિયાદીએ શિક્ષણ વિભાગમાં પણ રજૂઆત કરી હતી છે, જ્યાં અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે શાળાને નામ બદલવાની સત્તા નથી. જાકે, સ્કૂલ સી.બી.એસ.સી. સંલગ્ન હોવાથી ગુજરાત બોર્ડ મર્યાદિત કાર્યવાહી કરી શક્યું હતું. ઉત્તર ગુજરાતની શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ મળ્યા પહેલા જ વડોદરાની સ્કૂલે એડમિશન કેવી રીતે આપ્યું તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કોર્ટના હુકમ બાદ અટલાદરા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી છે. પિતાનું નામ કમી કરવા પાછળ કયા દસ્તાવેજાનો ઉપયોગ થયો અને તેમાં શાળા સંચાલકોની કેટલી મિલીભગત છે તેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. હાઈ-પ્રોફાઈલ રાજકીય નેતાનું નામ સંકળાયેલું હોવાથી આ કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.










































