ભારતીય અંડર-૧૯ ટીમ ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાતા ૨૦૨૬ આઇસીસી અંડર-૧૯ વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરવાની છે, જ્યાં તેઓ યજમાન ટીમ સામે ત્રણ મેચની યુવા વનડે શ્રેણી રમશે.બીસીસીઆઇએ આ ત્રણ મેચની શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે, જેમાં ૧૪ વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, અને બોર્ડે આ નિમણૂકના કારણો પણ આપ્યા છે.બીસીસીઆઇએ અંડર-૧૯ વર્લ્ડ કપ તેમજ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની યુવા વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. બીસીસીઆઇએ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે વૈભવ સૂર્યવંશીને કેપ્ટન તરીકે નિયુક્ત કરવા પાછળનું મુખ્ય કારણ સમજાવ્યું, કારણ કે આયુષ મ્હાત્રે અને વિહાન મલ્હોત્રા કાંડાની ઇજાને કારણે શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. આયુષ અને વિહાન બંને તેમની ઇજાઓ અંગે બીસીસીઆઇ સેન્ટર ઓફ એક્સેલન્સને રિપોર્ટ કરશે અને પછી આઇસીસી અંડર-૧૯ વર્લ્ડ કપ પહેલા ટીમમાં જાડાશે.દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની યુવા વનડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયાયાની ટીમવૈભવ સૂર્યવંશી (કેપ્ટન), એરોન જ્યોર્જ (ઉપ-કેપ્ટન), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આર.એસ. એમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, મોહમ્મદ અનન, હેનિલ પટેલ, ડી. દીપેશ, કિશન કુમાર સિંહ, ઉદ્ધવ મોહન, યુવરાજ ગોહિલ, રાહુલ કુમાર.આ વર્ષે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર એક ભારતીય ખેલાડી ૧૪ વર્ષનો વૈભવ સૂર્યવંશી છે, જેના માટે ૨૦૨૫ શાનદાર વર્ષ રહ્યું છે. વૈભવે આ વર્ષે આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેણે ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પણ વૈભવની બેટિંગ કુશળતા જાવા મળી હતી. હવે, બધાની નજર દક્ષિણ આફ્રિકા સામેની યુથૅડ્ઢૈં શ્રેણીમાં કેપ્ટન તરીકે તે કેવું પ્રદર્શન કરે છે તેના પર રહેશે.








































