તાજમહલ (ઉત્તર પ્રદેશ): વિશ્વની સાત અજાયબીઓમાં જેની ગણના થાય છે એ તાજમહલ જે ઇશ્કની નિશાની હોય, સ્થળની મુલાકાત તમને મહોબ્બતમાં ગરકાવ કરી દેશે. દુનિયાભરમાં પ્રસિધ્ધ કલાપ્યારનો અનોખો સંગમ ધરાવતો સફેદ સંગેમરમરનો તાજમહલ આગ્રાની બહાર યમુના નદી તટે પોતાની ચાંદનીમાં આપના પ્રેમને વધુ રોમેંટિક બનાવવા આમંત્રે છે.
ચંબા (ઉત્તરાખંડ): ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં આવેલું ચંબા આપની રોમેંટિક જાડી માટે તો સ્વર્ગસમું છે. ખૂબસૂરત અને રોમેંટિક વાતાવરણમાં શાંતિ – સંતોષની ભરપૂર પળોને તમે બને
પ્રકૃતિની સાથે માણી-જાણી શકો છો. આકર્ષક મંદિરોમાં હાથમાં હાથમાં પરોવીને દર્શન કરી શકો છો, તો સફરજનના બાગમાં ફરી પણ શકો છો.
કુર્ગ (કર્ણાટક): કુર્ગને ‘સ્કોટલેન્ડ ઓફ ઇન્ડિયા’ પણ કહે છે. લવડેટ માટે સૌથી સુંદર સ્થળ છે. મૈસૂરથી ૧ર૦ કિ.મી. દૂર આવેલા કુર્ગને કોડાગૂ પણ કહે છે, જેનો અર્થ થાય છે -‘સૂતેલી પહાડીઓ પર વસેલું જંગલ’ અહીંયાની પ્રાકૃતિક ખૂબસૂરતી આપને સંપૂર્ણપણે રોમેંટિક બનાવીને તાજા-માજા કરી દેશે. અહીંયાની હવામાં પણ ઇશ્ક મહેસૂસ કરી જ શકશો.
માઉન્ટ આબુ (રાજસ્થાન): માઉન્ટ આબુ એટલે પ્રિયજનોનું ફેમસ સ્થળ. અરવલ્લીની પહાડીઓ પર વસેલા આ હિલ સ્ટેશનની સુંદરતા જ આપના પ્રેમમાં ધરખમ વૃધ્ધિ કરી દેશે. આખો દિવસ હર્યા-ફર્યા પછી હાથમાં હાથ પકડીને અહીંયાના સનસેટ પોઇન્ટ પર પહોંચી જાવ, તમે બંનેને સ્વર્ગમાં પહોંચ્યાની અનુભૂતિ થશે. વિશ્વાસ રાખો, અહીંના દૃશ્યો – વાતાવરણ આપને રોમાન્સથી તરબતર કરી દેશે.
તવાંગ (અરૂણાચલ પ્રદેશ): આ સ્થળ આપને અને આપના પાર્ટનરને બહુ જ બધા ઉત્તમ દૃશ્યોથી ભરચક રોમેંટિક બનાવી દેશે. સમુરૂતળથી ૧૦ હજાર…. હા, પૂરા દસ હજાર ફીટની ઊંચાઇ પર આવેલી આ જગ્યા બેહદ રોમેંટિક છે. અહીંયાનું આસમાન એટલે, જાણે કે કોઇ આર્ટિસ્ટના હાથે પેઇન્ટ ન થયું હોય…સ્વચ્છ – પારદર્શક પાણી એટલું સફેદ લાગે કે જાણે દૂધ અને બર્ફીલી પહાડીઓ આપને એવું મહેસૂસ કરાવે છે કે જાણે તમે બંને હકીકતમાં જ જન્નતમાં પહોંચી ગયા હોવ…!
ખજિયાર (હિમાચલ પ્રદેશ) ચમ્બામાં આવેલા ખજિયારને હિમાચલ પ્રદેશનુંસ્વીટ્‌ઝરલેંડ કહે છે. એટલે આપ આપના સાથી સાથે પ્રેમની પળો વિતાવવા માટે ખજિયાર જઇ પ્રકૃતિ-પ્રેમમાં ભળી જઇ શકો છો. અહીંયા આપને ખોબે-ખોબા ભરીને કુદરતી દ્રશ્યો જાવા-જાણવા-માણવા મળશે. આપ બંને ઘોડેસવારી અને બીજા ઘણા એડવેંચર્સની મોજ માણી શકો છો.
કલિમ્પોંગ (પશ્ચિમ બંગાળ) કલિમ્પોંગ કાયમ માટે પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આપ આપના પ્રિયતમ કે પ્રિયતમા સાથે કે પત્ની સાથે અહીંયાના ફૂલોના બાગ-બગીચામાં હાથમાં હાથ પકડી ગીત ગાઇ શકો છો. ફૂલોની ખેતી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. અહીંયાના બરફ આચ્છાદિત શિખર એક રોમેંટિક દ્દશ્ય રજૂ કરે છે. અહીંયાની ઠંડી-ઠંડી હવા તમારો બધો જ થાક પળવારમાં દૂર કરી દેશે, જેથી તમે તદ્દન રિલેકસ થઇને પ્રેમમાં પરોવાઈ શકશો.
શિલોંગ (મેઘાલય) શિલોંગ એક નાનું શહેર છે, જે પગપાળા ફરીને જોઇ શકો છો. આપના પ્યારની સાથે અહીંયાના દિલકશ વાતાવરણની મજા માણો. આ આકર્ષક સ્થળને નોર્થ ઇસ્ટ ઇન્ડિયાનું સ્કોટલેંડ પણ કહે છે, હર્યા-ભર્યા ઘનઘોર જંગલ, ફૂલોની મનમોહક ખુશ્બૂ, વાદળાં ઓઢેલાં પહાડ અને પાણીનો ધ્વનિ…આ બધાને જોવાથી બંનેનું મન શિલોંગની ખૂબસૂરતીમાં અને રોમાન્સની પળોમાં ડૂબી જ જશે. હા, તમે ચાઇનીઝ ફૂડના શોખીન હશો તો તો અહીંયા બહુ મજ્જા પડી જશે. અહીં શાનદાર-લિજ્જતદાર ચાઇનીઝ વાનગીઓ મળે છે, જેનો લુફ્ત માણી શકશો.
ગોવા (ગોવા): જો તમે તમારા પ્રિયતમ કે પ્રિયતમા સાથે સાગર કિનારે ખૂબસૂરત બીચ પર સમય વિતાવવા ઇચ્છતા હોવ, તો ગોવા જેવું બીજું કોઇ સ્થળ નથી. અહીંયાનો ડોના પોલા બીચ બેહદ પોપ્યુલર છે. સાગર અને કૂણાં-કૂણાં તડકાને એન્જાય કરવાની સાથોસાથ અહીંયાના સ્વચ્છ પાણીમાં વોટર સ્પોટ્‌ર્સ, વોટર સ‹ફગ, સ્કૂબા ડાઇવિંગ અને બીચ પેરાસેલિંગ પણ ખૂબ જ મોજ મસ્તીથી એન્જાય કરી શકો છો. બીજા કેટલાંક બીચ અને બીજા સ્થાનો જેવા કે મર્ણાંવ, માપુસા કોલવા, સિક્કેરિમ, અંજુના, કોલેંગ્યૂટ, બાગા અને પણજીમાં પણ હરી-ફરી જાણી-માણી શકો છો.
sanjogpurti@gmail.com