વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વેરાવળ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકોના જન્મ તા.૦૧-૦૯-૨૦૧૮ પછી થયા હોય તેવા બાળકોના જન્મનો દાખલો ફક્ત ૧૫ મિનિટમાં મળી રહે તે પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓની ઉત્તમ પ્રકારની કામગીરીથી અરજદારોના સમયની પણ બચત થશે. નગરપાલિકા દ્વારા ફક્ત ૧૫ મિનિટમાં જ જન્મ પ્રમાણપત્ર કાઢી આપી અને પ્રમુખ પલ્લવીબહેન જાનીના હસ્તે વાલીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. આ અંગે નગરપાલિકાના સબ રજીસ્ટ્રાર જીતેન્દ્ર વાળાએ જણાવ્યું હતું કે, આ વર્ષની અંદર જન્મ-મરણ નોંધણી કચેરી દ્વારા ૧૯૦૦૦ જેટલા કુલ પ્રમાણપત્ર ઈશ્યૂ કરવામાં આવ્યાં છે. તેમજ આર.ટી.ઈની તમામ પ્રકારની અરજીઓનો નિકાલ કરાયો છે.