ઓપરેશન શિલ્ડ અન્વયે વેરાવળ કોસ્ટગાર્ડ ખાતે સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં ડ્રોન એટેક સમયે આપાતકાલીન સેવાઓની સક્રિયતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ એટેક અંગેની જાણ વેરાવળ કોસ્ટગાર્ડ અધિકારી દ્વારા ગીર સોમનાથ ડિઝાસ્ટર કંટ્રોલને કરવામાં આવી હતી. જેથી આરોગ્ય, ફાયર સહિતનાં સંબંધિત વિભાગને તાત્કાલિક જાણ કરતા વેરાવળ કોસ્ટગાર્ડ ખાતે ઇમર્જન્સી ટીમ વેરાવળ સિટી પોલીસ, ફાયર વિભાગ, મેડિકલ ટીમ દ્વારા કોસ્ટગાર્ડ ખાતે ઇજાગ્રસ્ત લોકોનું ઘટના સ્થળ ખાતેથી રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.