વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી.ના ઇન્સ. એમ.વી. પટેલના માર્ગદર્શનમાં સબ ઇન્સ. એ.સી. સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે શહેરના ખારવાવાડ, કંપાઉન્ડ વિસ્તારમાં એક મહિલાના મકાનમાં વિદેશી દારુ હોવાની બાતમી મળી હતી. આથી ટીમે ત્યાં તપાસ કરતાં હીરાબેન નવીનભાઇ કુહાડા ફરાર જણાયેલ હતી. પરંતુ પોલીસને ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કાચ તથા પ્લાસ્ટિકની કંપની શીલપેક કુલ બોટલો નંગ-૨૮૪૪ ની કિં.રૂ.૬,૮૪,૭૦૦/- અને અલગ અલગ બ્રાન્ડની બિયરના કુલ ટીન નંગ- ૩૬૬ કિં.રૂ-૮૪,૧૮૦/- મળી કુલ રૂ. ૭,૬૮,૮૮૦ કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.