વેરાવળ તાલુકાના મંડોર ગામે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ્ય મામલતદારની ટીમે મંડોર ગામના વાડી વિસ્તારના રસ્તા પરથી આશરે ૧,૮૦૦ ચોરસ મીટર જેટલી પેશકદમી દૂર કરી હતી. માપણી દરમિયાન જાણવા મળ્યું હતું કે આશરે ૧૦ જેટલા ખાતેદારો દ્વારા રસ્તા પર દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે અગાઉ ૮ થી ૧૦ ફૂટ પહોળો રસ્તો ૨૫ થી ૩૩ ફૂટ જેટલો થઈ ગયો હતો. તંત્ર દ્વારા આ દબાણ દૂર કરીને અંદાજિત ૧,૦૦૦ થી ૧,૨૦૦ ફૂટ લંબાઈનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. ખુલ્લી કરાયેલી ૧,૮૦૦ ચોરસ મીટર જમીનની બજાર કિંમત આશરે રૂ. ૧.૨ કરોડ જેટલી આંકવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં પણ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.