રાજ્ય સરકારના કરૂણા અભિયાન-૨૦૨૩ અંતર્ગત દર વર્ષની માફક આ વર્ષે પણ અમરેલી શહેરમાં વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન-અમરેલી દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ કરાયું હતું. જેમાં તા.૧૪થી ૨૦ જાન્યુઆરી સુધીમાં ૧૨ કબૂતર, ૨ બતક, ૪ ગાય, ૩ કૂતરા,૧ બગલા સહિત ૨૨ જેટલા અબોલ જીવોને સારવાર આપી સુરક્ષિત સ્થળે છોડી મૂકાયા હતા. આ કાર્યમાં વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન અમરેલીના દરેક સભ્યો, ફોરેસ્ટના તમામ અધિકારીઓ-સ્ટાફ, ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ અમરેલીની ટીમ, પશુપાલન અધિકારી અને ટીમ, અમરેલીના જીવદયા પ્રેમીઓનો સારો સહયોગ મળ્યો હોય પ્રમુખ પ્રશાંતભાઈ ચુડાસમાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.