વીરડી ગામેથી પોલીસે પાંચ શકુનીને રોકડા ૧૦,૨૦૦ સાથે ઝડપી પાડ્યા હતા. પ્લોટ વિસ્તારમાંથી મુકેશભાઇ કાળુભાઇ મકવાણા, અશોકભાઇ બાલાભાઇ રોજાસરા, નાનજીભાઇ કરશનભાઇ પરમાર, ઇરફાનભાઇ મનુભાઇ દલ તથા સજુભાઇ મનુભાઇ દલ જાહેર જગ્યામાં ગંજીપતાના પાના તથા પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૨૦૦ સાથે ઝડપાયા હતા.







































