વીજપડીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ‘યા હુસૈન’ના નારા લગાવતા ભવ્ય જુલૂસ નીકળશે, જે જુમ્મા મસ્જિદ મેઇન બજાર પહોંચશે.રવિવારના રોજ આખો દિવસ રૂટવાઇઝ તાજીયા સાથે જુલૂસ ફેરવવામાં આવશે. સાંજે બસ સ્ટેશન પાસે આવેલા મારુતિ ચોકમાં તલવારબાજી, શોકરો અને ઢોલ-મરશિયાના સૂર બંધ કરીને નીતિ-નિયમ પ્રમાણે તાજીયાને ઠંડા કરવામાં આવશે. આ મોહરમ પર્વની જવાબદારી યુવા હુસૈની કમિટીના પ્રમુખ નાશીરભાઈ કુરેશી, ઉપપ્રમુખ અલ્તાફ ખોખર, સભ્યો નાશીર રહેમાનભાઈ ખોખર, કેશુભાઈ ખોખર, રસુલખાન પઠાણ અને બાવભાઈ પીરભાઈ ચાવડા સહિતના સભ્યો નિભાવી રહ્યા છે.