ભગવાન શ્રી સ્વામિનારાયણનો આ પૃથ્વી ઉપર અવતાર ધારણ થયો તેના ૨૪૫ વર્ષ પૂર્ણ થયા છે. સાથે વિશ્વમાં જે મહાયુધ્ધ ચાલી રહ્યું છે તે વહેલી તકે બંધ થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય તે નિમિત્તે ૨૭/૩/૨૦૨૬ના રોજ વિવિધ ગામોમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા ૨૪૫ કલાકની ધૂન-ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગામોમાં ઉના, ટીંબી, છેલણા, હેમાળ, ખાલસા કંથારીયા, નવી કાતર, જુની કાતર, મોટા બારમણ, પીછડી, પાણખાણ, મોટા સમઢિયાળા, વડલી, આત્સંગ, ઘનશ્યામનગર, સમઢિયાળા ન.૨, જીવાપર, ભાક્ષી, નિંગાળા, જામકા, વાગધ્રા, તાલડા, ધારેશ્વર, દેતડ, સરાકડીયા, મોતીસરનો સમાવેશ થાય છે.









































