જાહેર આરોગ્યના ખતરારૂપ મચ્છરોની ઉત્પતિ થવા ન દેવા અને મચ્છરના ડંખથી બચવા લોક
જાગૃતિ કેળવવા દર વર્ષે ૨૦ ઓગષ્ટના રોજ ‘વિશ્વ મચ્છર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર અમરેલી જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આ અંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે લોકોને વાહકજન્ય રોગોની અટકાયત અને નિયંત્રણ માટે સહકાર આપવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયા, હાથીપગા અને ઝીકા વાયરસ જેવા રોગોનો ફેલાવો કરનાર મચ્છર નિયંત્રણ માટે લોકો કરવામાં આવી હતી.