જગત જનની મા ઉમિયા માતાનું અતિ આધુનિક ટેકનોલોજીથી જાસપુર, અમદાવાદ ખાતે સો વીઘા જમીનમાં રૂપિયા એક હજાર કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા જગતજનની ઉમિયા માતાના ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આર.પી. પટેલ સાહેબના પ્રમુખ સ્થાને હાલ ઉત્તમ કામ થઈ રહયું છે.
૨૦૧૯માં જગત જનની ઉમિયા મા ના મંદિરનું ભૂમિપૂજન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આટલા મોટા પ્રોજેક્ટને સાકાર કરવા માટે વિશ્વના પાટીદારો સન્મુખ આર.પી. પટેલ સાહેબે આખો ડ્રાફ્ટ મૂક્યો અને તેનું અમલીકરણ કરવા માટે આપના સહયોગની અનિવાર્યતા છે. માઈક્રો પ્લાનિંગથી સો વીઘાના પરિસરમાં આ મંદિરની પરિકલ્પના સાકાર કરવા માટે સતત કટિબદ્ધ રહ્યા અને આજે ૫૪૦ પાઈલ ઉપર મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પની સાથે વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટ આકર્ષક મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહી છે.
આ મંદિરની સાથે સાથે ધર્મ, શિક્ષણ, આરોગ્યક્ષેત્રે કાર્યરત સામાજિક અને વૈશ્વિક સંસ્થાઓ નિર્માણ થનાર છે. જેમાં ૨૩ જેટલા પ્રોજેક્ટ મૂકવામાં આવેલા છે. પરિસરમાં શૈક્ષણિક, પર્યાવરણીય, સ્પર્ધાત્મક, હોસ્પિટલ, બિઝનેસિંગ ગ્લોબલ, બિઝનેસ નેટવર્કિંગ, લગ્ન સંસ્કાર, કાનૂની માર્ગદર્શન અને વિદેશ જતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને મદદ જેવા અનેક પ્રકલ્પો ઉજાગર કરવા જઈ રહી છે. વિવિધ પ્રોજેક્ટોને અમલીકરણમાં મૂકયા છે.
આર.પી. પટેલ સાહેબે વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર વખતે દસ દિવસમાં ૧૨૦ બેડની હોસ્પિટલ ઉભી કરીને અનેક કોરોનાગ્રસ્ત દર્દી જેમનું ૬૦થી ઓછું ઓક્સિજન હોય તેમને આરોગ્યની સુવિધા નિઃશુલ્ક આપી હતી. કોરોનાના દર્દીઓની સુવિધા માટે વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડરની સેવા તેમજ ઘરેથી સારવાર લઈ શકાય તે માટે ઓક્સિજન કોન્સનટ્રેન્ટરની સુવિધા તેમજ ૭૦ જેટલા નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ઓડિયો વીડિયો કોલિંગ દ્વારા કોવિડ કાઉન્સિલિંગની સર્વિસ ઓન વ્હીલ્સ વાન તેમજ બે નવસારી હોસ્પિટલમાં દાન પેટે એક વાન લાયન્સ ક્લબ મહેસાણા આપવામાં આવી તેમજ સંસ્થા દ્વારા સમાજના જરૂરિયાતમંદ ૪૦૦થી વધારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં દાખલ થયેલા એક પણ દર્દી માતાજીની કૃપાથી મૃત્યુ પામ્યા નહીં. જ્યાં ધર્મ અને આસ્થા છે ત્યાં માતાજીનો સાક્ષાત્કાર છે.
ઉમા સમગ્ર બ્રહ્માંડની માતા છે. બધાની કુળદેવી છે. સમગ્ર સમાજનો વિકાસ કરવાના ઉપદેશથી આ કાર્ય નિર્માણ કરવામાં આવ્યું છે. આધ્યાત્મિકતાની સાથે સાથે માનવતાવાદ અભિગમ અને પરિકલ્પનાને સાકાર કરવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા સંજીવની સમાન કાર્ય કરશે જ તેવી સૌને આસ્થા છે. માત્ર પાટીદારો જ નહીં, સર્વ ધર્મના લોકો જેનામાં જીવ છે તે બધામાં શિવ છે. તેવા હેતુને સાકાર કરવા જગતજનની મા ઉમિયાનું વૈશ્વિક મંદિર નિર્માણ થઈ રહ્યું છે. ગમે તેટલી ટેકનોલોજી આવે પરંતુ શ્રદ્ધા વગર મનુષ્ય એક પર્ણ હલાવી શકશે નહીં.
ભારત પ્રાચીન સમયથી સાંસ્કૃતિક વિરાસત ધરાવતો દેશ છે. ધર્મની સાથે વિજ્ઞાનનો વિનિયોગ જોવા મળતો હોય છે. “વસુધેવ કુટુમ્બકમ્”ની ભાવના આવી આધ્યાત્મિક અને સામાજિક સંસ્થાઓમાં નિયમિત જવાથી કેળવાતી હોય છે. આર.પી. પટેલ સાહેબના નેજા હેઠળ અનેક કમિટીઓ કાર્યરત છે. તેમના મિશનને સાકાર કરવામાં દેશ દુનિયાના લોકોએ સહયોગ આપ્યો છે. બે હજાર કરોડનો પ્રોજેક્ટ માતાજીની કૃપાથી સાકાર અને આકાર પામશે તેવી મને ચોક્કસ ખાતરી છે.
શનિવારના રોજ કોન્ફરન્સ હોલની અંદર મા ઉમા અને મહેશના સંશોધિત થયેલા આધારભૂત પુરાવા થકી સાહિત્ય નિર્માણ થાય તે માટેની બેઠકમાં જવાનું સદભાગ્ય મળ્યું. આ કમિટીના અધ્યક્ષ પૂજ્ય ડો. મફતભાઈ પટેલ સાહેબ અચલા એજ્યુકેશન ટ્રસ્ટના સ્થાપક અને કેળવણીકાર થકી ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. વિશ્વ ઉમિયા ધામ સંસ્થામાં અનેક પ્રબુદ્ધ વ્યક્તિઓ નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે.
સેવા હી ઉપાસના હૈ.. તેને ચરિતાર્થ કરવામાં સંસ્થા સફળતા તરફ આગળ વધી રહી છે. પર્યાવરણના સંરક્ષણ અને આધ્યાત્મિકતાના કેન્દ્રસમા વૈશ્વિક ફલક ઉપર મા ઉમિયાનો જયઘોષ થાય તે અત્યંત જરૂરી છે. જાસપુરમાં નિર્માણ થઈ રહેલા મા ઉમિયાના પ્રાંગણમાં પ્રવેશ કરવાથી વિચારોમાં વાઇબ્રેશન, કંઈક નવું કરવાની ભાવના માતાજીના આશીર્વાદથી સૌને મળશે તેવી મને ચોક્કસ ખાતરી છે. આર.પી. પટેલ સાહેબના સંકલ્પને માતાજી પૂર્ણ કરશે. દીર્ઘ વિઝન અને મિશન એ માતાજી દ્વારા પ્રાપ્ત થયેલો વિચાર છે. તેનું અમલીકરણ કરવા માટેની જવાબદારી આર.પી. પટેલ સાહેબને મળી છે ત્યારે શુભેચ્છા પાઠવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રાત દિવસ એક કરીને આર્થિક સહયોગ, મંદિર નિર્માણ અને વ્યવસ્થાને સમાજ સમક્ષ મૂકીને બહુ જ મોટી સેવા થઈ રહી છે તે માટે મા ઉમિયા વિશેષ શક્તિ પ્રદાન કરે તેવી ભાવના વ્યક્ત કરું છું. મનુષ્ય તો એક માધ્યમ છે. માતાજીની કૃપા વગર કશું જ થઈ શકે નહીં. બેંકમાં મેનેજરની નોકરી અને ત્યાર બાદ એક બિલ્ડર આ બધું છોડીને વિશ્વમાં સૌથી મોટું મા ઉમિયાનું મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કરવો તે પણ માતાજીની કૃપા છે. આધ્યાત્મિક ચેતના અને સંકલ્પયાત્રામાં કર્મ કરવાની માતાજી નવશક્તિ પ્રદાન કરે છે. આર.પી. પટેલ સાહેબની ઉપરોક્ત સેવાકીય પ્રવૃત્તિ થકી નવેમ્બર ૨૦૨૭માં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થશે જ તેવી ચોક્કસ ખાતરી છે. સૌ સાથે મળીને ઉપરોક્ત સેવાકીય પ્રવૃત્તિમાં સમયદાન, આર્થિક દાન અને અન્યદાન આપીને આર.પી. પટેલ સાહેબના સંકલ્પને સાર્થક કરવા માટે કટિબદ્ધ બનીએ. ઉમિયા માત કી જય.. Mo.૯૮૨૫૭૦૨૨૮૨









































