સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી બગદાણા ધામનો મામલો સળગ્યો છે. આવામાં માયાભાઈના પુત્ર જયરાજ આહીરનો આરોપીઓ સાથેનો વીડિયો વાયરલ થતા નવો વિવાદ જનમ્યો છે. બગદાણાના સેવકને માર મારવાના વિવાદ વચ્ચે જયરાજ આહિર અને નવનીત વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં જયરાજ આહિર ‘નવનીતને મળવા માંગુ છું’ તેવુ કહી રહ્યો છે. તો નવનીત બાલધીયા અને અને માયાભાઇ આહિર વચ્ચેનો પણ ઓડિયો વાયરલ થયો છે. આ વચ્ચે એક ત્રીજા વીડિયો વાયરલ થયો છે, જે માયાભા આહીરના દીકરા જયરાજ આહીરનો છે. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. હુમલો કરનાર આરોપીઓનો માયાભાઈ આહીરના પુત્ર જયરાજ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો પર લખવામાં આવ્યું છે કે આ વીડિયો માયાભાઈના ફાર્મ હાઉસનો છે અને નવનીતભાઈને માર્યા એ પહેલાંનો છે.
ફરિયાદી નવનીત બાદલધીયાને માર મારનાર શખ્સોનો જયરાજ આહીર સાથેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં આરોપી નાજુ કમાળિયા અને રાજુ ભમ્મર વીડિયો જયરાજ આહિર સાથે જોવા મળ્યા છે. જોકે, વીડિયો ક્યા સમયનો છે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. પરંતું સોમવારે કોળી સમાજના રાજકીય આગેવાનો આ વિડીયોના આધારે રજૂઆત કરશે. આ વિડીયોની પુષ્ટિ ઝી ૨૪ કલાક નથી કરતું.
ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમને માર મારતો વીડિયો આરોપીઓએ જયરાજ આહીરના કહેવાથી ઉતાર્યો હોય અને તેને દેખાડવા માટે હોય તેવું નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસે ચારે આરોપીઓની મોબાઈલની રિકવરી માટે ડિમાન્ડ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. જે પૈકી જ્યારે આરોપીઓની બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તેમજ અન્ય ચાર આરોપીઓને જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
સુરતની એક મહિલાએ નવનીત બાલધીયા ઉપર આક્ષેપો કરતો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં મહિલાએ વીડિયોમાં જણાવ્યું કે, તેના મામા અને માતાની જમીન બેડા ગામમાં છે. તેની જમીનમાંથી કરોડો રૂપિયાની ખનિજ ચોરી નવનીત બાલધીયા દ્વારા કરવામાં આવી હોવાનો આરોપ યુવતીએ લગાવ્યો. સાથે જ રાત્રિના સમયમાંટ્રેક્ટર અને જેસીબી દ્વારા માટીની ચોરી કરતા હતા તેવો આક્ષેપ નવનીત પર લગાવ્યો છે. યુવતીએ કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી આ મામલો દબાયેલો હતો. સાથે જ મહિલા પાયલ વઘાસિયાને ધમકી આપવામાં આવતી હતી તેવો આરોપ પણ તેણે કહ્યો. મહુવા ફાસ્ટ્રેક કોર્ટે રીમાન્ડ મંજૂર કર્યા તે ૪ આરોપી ૧ નાજુ ધિગાભાઈ કામળીયા ,૨ રાજુ દેવાયત ભાઈ ભમ્મર ,૩ વિરેન્દ્ર જેરામભાઈ પરમાર,૪ સતિષ વિજયભાઈ વનાળિયા બગદાણા ચકચારી મારામારી નવનીત બાલધીયાને માર મારવાના આઠ આરોપીની ધરપકડ કરાઈ હતી. જેના બાદ મહુવા ફાસ્ટ્રેક કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરી આરોપીઓના મોબાઈલની રિકવરી કરવાની રજૂઆત કરી હતી. કોર્ટ માન્યતા રાખી ચાર આરોપીની બે દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા અને બીજા ૪ આરોપીઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપીઓ વિરુદ્ધ કડક હાથે તપાસ કરવામાં આવશે. ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તેમજ આરોપીઓના મોબાઇલ ફોનની કોલની વિગતો સહિત વિવિધ કડક તપાસ હાથ ધરવામાં આવશે.










































