સોમવારે જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા વિજય હજારે ટ્રોફી ૨૦૨૫ ના ત્રીજા રાઉન્ડમાં પોતપોતાની સ્થાનિક ટીમો માટે હાજર ન રહ્યા ત્યારે ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. દિલ્હી અને મુંબઈ માટે પ્રથમ બે મેચ રમ્યા બાદ, બંને સ્ટાર બેટ્સમેનોને ત્રીજા રાઉન્ડ માટે આરામ આપવામાં આવ્યો હતો.હકીકતમાં, વિરાટ કોહલી અને રોહિત શર્મા વિજય હજારે ટ્રોફીમાં ફક્ત બે મેચ રમવાના હતા, જે તેમણે પૂર્ણ કર્યા છે. ત્રીજા રાઉન્ડમાં, દિલ્હીનો મુકાબલો કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં અલુરમાં સૌરારાષ્ટ્ર સામે છે, જ્યારે મુંબઈનો મુકાબલો જયપુરના જયપુરિયા વિદ્યાલય ગ્રાઉન્ડ પર છત્તીસગઢ સામે છે. આ બંને મેચમાં વિરાટ અને રોહિત ટીમનો ભાગ નથી.વિરાટ કોહલીએ આ સ્થાનિક ટુર્નામેન્ટમાં દિલ્હી માટે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે બે મેચમાં ૧૩૧ અને ૭૭ રનની સદી ફટકારી હતી. બીજી તરફ, રોહિત શર્માએ મુંબઈ માટે ધમાકેદાર શરૂઆત કરી હતી, જેમાં તેણે ૧૫૫ રનનો મોટો સ્કોર કર્યો હતો. જાકે, ત્યારબાદ તેને ઉત્તરાખંડ સામે ગોલ્ડન ડકનો સામનો કરવો પડ્યો હતો.ક્રિકબઝના અહેવાલ મુજબ, વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફીમાં વધુ એક મેચ રમી શકે છે. તે ૬ જાન્યુઆરીએ દિલ્હી વિરુદ્ધ રેલવે મેચમાં જાવા મળે તેવી શક્્યતા છે. અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રોહિત શર્મા આ ટુર્નામેન્ટમાં મુંબઈ માટે વધુ કોઈ મેચ રમશે નહીં.વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને ૧૧ જાન્યુઆરીથી શરૂ થતી ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીનો ભાગ બની શકે છે. એવું માનવામાં આવે છે કે તેઓ ટૂંક સમયમાં રારાષ્ટ્રીય ટીમના કેમ્પમાં જાડાશે. ટીમ મેનેજમેન્ટ હવે સ્થાનિક ક્રિકેટ કરતાં આંતરરારાષ્ટ્રીય જવાબદારીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.આ જ અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે. ભવિષ્યના પડકારો, ખાસ કરીને ૨૦૨૬ના ટી ૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાકે, બંને ખેલાડીઓ ટી ૨૦ શ્રેણીમાં રમે તેવી શક્યતા છે, જે વર્લ્ડ કપ પહેલા ભારતની છેલ્લી ટી ૨૦ આંતરરારાષ્ટ્રીય શ્રેણી હશે.










































