આરસીબી ટીમે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ૨ રનથી હરાવ્યું. મેચ જીત્યા બાદ, આરસીબી ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે અને પ્લેઓફ તરફ આગળ વધી ગઈ છે. સીએસકે સામેની મેચમાં આરસીબી માટે વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું અને જારદાર અડધી સદી ફટકારી. તેમના કારણે જ ટીમ ૨૧૩ રનના વિશાળ સ્કોર સુધી પહોંચી શકી.
વિરાટ કોહલીએ મેચમાં ૩૩ બોલમાં ૬૨ રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે.આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ તેનો ૧૦મો અડધી સદીનો સ્કોર છે. તે આઇપીએલમાં સીએસકે સામે સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર બેટ્‌સમેન બની ગયો છે. તેણે શિખર ધવન, ડેવિડ વોર્નર અને રોહિત શર્માના રેકોર્ડ એક સાથે તોડી નાખ્યા છે. આ ત્રણેય ખેલાડીઓએ સીએસકે સામે ૯ ફિફ્ટીથી વધુ સ્કોર બનાવ્યા હતા. હવે કોહલી આ શક્તિશાળી બેટ્‌સમેનોને પાછળ છોડીને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.
વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે અને તેનું બેટ વર્તમાન સિઝનમાં ઘણા રન બનાવી રહ્યું છે. તેણે આઇપીએલની વર્તમાન સીઝનમાં ૧૧ મેચમાં કુલ ૫૦૫ રન બનાવ્યા છે. આ સાથે, તેણે આઇપીએલમાં સૌથી વધુ વખત ૫૦૦ થી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આઈપીએલની ૮ સીઝન એવી રહી છે જ્યારે કોહલીએ ૫૦૦ થી વધુ રનનો આંકડો પાર કર્યો છે. જ્યારે ડેવિડ વોર્નરે આઈપીએલની ૭ સીઝનમાં ૫૦૦ થી વધુ રનનો આંકડો પાર કર્યો હતો. હવે કોહલીએ પોતાનો આ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
પ્રથમ બેટિંગ કરતા, ઇઝ્રમ્ એ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૨૧૩ રન બનાવ્યા. આ પછી, છેલ્લી ઓવર સુધી કોઈપણ ટીમની જીત નિશ્ચિત લાગતી ન હતી. ૨૦મી ઓવરમાં,સીએસકેને જીતવા માટે ૧૫ રનની જરૂર હતી, ત્યારબાદ યશ દયાલે આરસીબી માટે બોલિંગની જવાબદારી સંભાળી અને તેણે શાનદાર બોલિંગ કરી.સીએસકે ટીમ ફક્ત ૧૨ રન જ બનાવી શકી.સીએસકેએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨૧૧ રન બનાવ્યા અને મેચ બે રનથી હારી ગયું.