વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્ર બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. વિરમગામ નગર પાલિકા એકાઉન્ટ અને સેનેટરી ઈન્સ્પેક્ટરની બદલી કરાઈ છે. ત્યારે પાટીદાર નેતા વરુણ પટેલે હાર્દિક પટેલની ચીમકી બાદ લેવાયેલા એક્શન અંગે સવાલો ઉઠાવ્યા છે.  તો બીજી તરફ, વિરમગામની દુર્દશાની લઈ ભાજપના નેતા વરૂણ પટેલે ટ્‌વીટ થકી હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા. વરુણ પટેલે ટ્‌વીટ કરીને કહ્યું કે, વિરમગામમાં ૪૫ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. નગરપાલિકાના ચુંટાયેલા સભ્યોને વિકાસના કામોથી કેમ અળગા રખાય છે. કોણ સુચના આપે છે કે ચુંટાયેલા લોકોને અળગા રાખવામાં આવે છે. ચીફ ઓફિસરની બદલી રોકાવનાર કોણ છે. ઐતિહાસિક દુર્દશાનો જવાબદાર કોણ. કોને પૈસા વાપર્યા તમામની તપાસ થવી જોઈએ.

ભાજપ નેતા વરૂણ પટેલે વિરમગામની સ્થિતિને લઈને ટીવટ કરતા લખ્યું કે, વિરમગાની ઐતહાસિક પ્રથમ વાર આવી દુર્દશાનું અંદાજિત ૪૫ કરોડ જેટલા રૂપિયા સરકાર માં થી આયા ૪૫ કરોડ ખર્ચ્યા પછી આ ઐતહાસિક વિકાસનો જવાબદાર કોણ? વિરમગામ ની પ્રજા આ નકામા સોકરા ને માફ નઈ કરે આતો મલાઈ મળવામાં ડખા ચાલુ થયા ને બકરું ભરાળું એટલે સિંહ ને બદનામ કરવા નીક.

ભાજપ નેતા વરુણ પટેલે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને ટેગ કરી વિરમગામના કથળેલા રોડ-રસ્તા અને ગટર વ્યવસ્થાનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી લખ્યું છે કે,વિરમગામની ઐતહાસિક પ્રથમવાર આવી દુર્દશાનું જનક કોણ? ગામના તમામ કોર્પોરેટર જ્યારે સામુહિક ચીફ ઓફિસર વિરૂદ્ધ સરકારમાં રજૂઆત કરી ત્યારે માનીતાઓને મલાઈ ચાલુ હતી? એટલે કોર્પોરેટર વિરુદ્ધ સરકાર માં જઈ ભ્રષ્ટાચાર ના ભાગીદાર ને બચાવનાર કોણ ? માનીતાઓને મલાઈ મળે આ માટે થઈ નગરપાલિકાના કોર્પોરેટરને નગરપાલિકાના કામથી દૂર રાખનાર કોણ ? અંદાજિત ૪૫ કરોડ જેટલા રૂપિયા સરકારમાંથી આયા ૪૫ કરોડ ખર્ચ્યા પછી આ ઐતહાસિક વિકાસનો જવાબદાર કોણ? વિરમગામની પ્રજાના ભાગના ૪૫ કરોડ ખાઈ હજમ કરી જનાર કોણ? વિરમગામની પ્રજા આ નકામા સોકરાને માફ નઈ કરે. આતો મલાઈ મળવામાં ડખા ચાલુ થયાને બકરું ભરાળું એટલે સિંહને બદનામ કરવા નીકળ્યું છે

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તેમણે વિરમગામમાં ઉભરાતી ગટરો અને ઘરમાં ગંદા પાણીને લઇ ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી છે. વિરમગામ શહેરમાં ઉભરાટી ગટરો અને ઘરમાં ગંદા પાણી આવવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં કહ્યું કે, જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઊભું રહેવું પડશે, જરૂર પડે તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવું પડશે.