ગુજરાત વિધાનસભાના રાજ્યમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ૧૫મી વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહમાં દારૂબંધીનો મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાના ગૃહમાં લિકર માટેની કેટલી પરમિશન સરકારને મળી છે, તે મુદ્દો ઉઠાવ્યો હતો.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ની સ્થિતિ એ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સિવિલ હેલ્થ પરમિટ માટેની કેટલી ભલામણો આવી છે. તે અંગે સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, ૨૧/૧/૨૦૨૪ થી ૨૦/૧/૨૦૨૫ દરમિયાન ૨૯૩ નવી અરજીઓ મળી છે. તેમજ ૨૧/૧/૨૦૨૫ થી ૨૦/૦૧/૨૦૨૬ સુધી ૯૫૬ એમ કુલ બે વર્ષમાં ૧૨૪૮ જેટલી અરજીઓ મળી હતી. જ્યારે રિન્યુ માટે પ્રથમ વર્ષ ૨૯૬૭ અરજીઓ રિન્યુ માટે મળી હતી. તેમજ ૨૯૫૫ જેટલી અરજીઓ રિન્યુ માટેની હેલ્થ વિભાગને મળી હતી. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હેલ્થ માટેની પરમિશનની બે વર્ષમાં ૧૧૬૧ જેટલી ભલામણો મંજૂર કરવામાં આવી છે.
જ્યારે રિન્યુ માટેની ભલામણ અરજીઓની વાત કરીએ તો ૫૮૮૪ જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જાકે સરકારે સ્વીકાર કર્યો છે કે, ૨૯ જેટલી અરજીઓ છેલ્લા બે વર્ષમાં નામંજૂર કરવામાં આવી છે. જે માટે બે વર્ષમાં લિકર પરમિટ માટે સરકારને અધધ કમાણી થઈ હતી. જે મુજબ પરમિટ માટેની ફીની ૧૬ કરોડ ૫૧ લાખ ૮૩ હજાર આવક થઈ છે.








































