આજે બજેટ સત્ર દરમિયાન વિધાનસભાની શરૂઆત પ્રશ્નોત્તરી શરૂ થઇ હતી પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહ વિભાગ તેમજ વાહન વ્યવહાર વિભાગ, ઉદ્યોગ વિભાગ તેમજ કુટીર અને ખાદી ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગ સહિતના પ્રશ્નોત્તરી કાળમાં પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર હસ્તક વિમાન હેલિકોપ્ટર માટેની જાગવાઈ અંગેનો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારને પ્રશ્ન કરતા પૂછ્યું હતું કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતએ રાજ્ય સરકાર હસ્તક વિમાન અને હેલિકોપ્ટરના સંચાલન, નિભાવન અને મરામત અને જાળવણી માટે વર્ષ ૨૦૨૫ અને ૨૬ બજેટમાં કેટલી રકમની જાગવાઈ કરવામાં આવી છે. જેમાં નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતએ રાજ્ય સરકાર હસ્તક વિમાન અને હેલિકોપ્ટર સંચાલન, નિભાવન, મરામત અને જાળવણી માટે વર્ષ ૨૦૨૫ અને ૨૬ના બજેટમાં ૩૭ કરોડ ૯૬ લાખની જાગવાઈ કરવામાં આવી છે. જ્યારે પેટા પ્રશ્નમાં અમૃતજી ઠાકોરે પૂછયું કે ઉપરોક્ત સ્થિતએ કયા હેતુસર કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે?
આ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હસ્તક વિમાન અને હેલિકોપ્ટરના સંચાલન અને નિભાવ, મરામત અને જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૨૯ કરોડ ૮૪ લાખ ૮૪ હજાર ૩૭૪ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બજેટ અંતર્ગત હેલિકોપ્ટર અને વિમાનની જાળવણી અંગેના પ્રશ્નો ચર્ચા દરમિયાન જાણવા મળ્યું કે, રાજ્ય સરકાર વિમાન હેલિકોપ્ટર માટે તો બજેટની ફાળવણી કરે છે અને મરામત માટે કરોડો રૂપિયાની જાગવાઈ કરી હોવાનું પણ સામે આવ્યું છે.