ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-૧૨ના પરિણામોની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે અમરેલી જિલ્લાએ રાજ્યસ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ૮૩.૨૫% નું સરાહનીય પરિણામ મેળવ્યું છે.
જેમાં વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલનું ૯૬% પરિણામ જાહેર થયું છે. આ સ્કૂલના ૨ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, ૭ વિદ્યાર્થીઓએ સાયન્સ A1 જ્યારે ૨૮ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ સાથે અભૂતપૂર્વ પરિણામ પ્રાપ્ત કર્યું છે. સ્કૂલના આચાર્યએ જણાવ્યું હતું કે, “અમારું મુખ્ય લક્ષ્ય માત્ર બોર્ડ પરિણામ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને સંકલિત વિકાસ તરફ દોરી જવાનો છે.