ગુજરાત રાજ્યના વ્યક્તિઓને વિદેશમાં ઉંચા પગારવાળી નોકરી આપવાની લાલચ આપી, પાકિસ્તાની એજન્ટો મારફતે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલી માનવ તસ્કરી કરી, લાંબા સમય સુધી બંધક બનાવી શારીરિક-માનસિક ત્રાસ આપી સાયબર ક્રાઈમના ગુનાઓ કરાવી આર્થિક લાભ મેળવનારી આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમની ગેંગના સભ્યોને સાયબર સેન્ટર ઓફ એÂક્સલન્સ, ગાંધીનગરની ટીમે ઝડપી પાડ્યા છે.આ ગુનાના આરોપીઓએ પોતાના સબ-એજન્ટો સાથે મળીને ગુજરાતના નાગરિકોને વિદેશમાં ઉંચા પગારે ડેટા એન્ટ્રીની જાબ પ્લેસમેન્ટ આપવાની લાલચ આપી, દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની ટિકિટ બુક કરાવી તેમને પાકિસ્તાની એજન્ટ મિયાંઝ અલી અને તનવીર મારફતે મ્યાનમાર (૫), દુબઈ (૧૫), વિયેતનામ (૧૫), મલેશિયા (૬) – એમ કુલ ૪૧ નાગરિકોને મોકલી આપ્યા. ભોગ બનનારાઓ એરપોર્ટ પર પહોંચતાં જ ચીની ગેંગના એજન્ટો દ્વારા તેમના પાસપોર્ટ, મોબાઈલ ફોન તથા અન્ય દસ્તાવેજા જપ્ત કરીને તેમને બંધક બનાવવામાં આવ્યા. ગેરકાયદેસર રીતે બળપૂર્વક મોઈ નદી મારફતે સરહદ પાર કરાવી માનવ તસ્કરી કરી, મ્યાનમારના સરહદી વિસ્તારમાં કે.કે. પાર્ક, મ્યાવાડી ટાઉનશિપ ખાતે લઈ જઈ ગેરકાયદેસર ચાલતા ચાઈનીઝ હબમાં ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ, ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી જેવા વિવિધ સાયબર ગુનાઓ કરવા મજબૂર કરી સાયબર સ્લેવરીનો ભોગ બનાવ્યા. ભોગ બનનાર સહકાર ન આપે તો તેમને શારીરિક તેમજ માનસિક હેરાનગતિ કરી, ગેરકાયદેસર રીતે લાંબા સમય સુધી અટકાયતમાં રાખી વિવિધ સાયબર ગુનાઓ કરવા મજબૂર કરવામાં આવ્યા. પકડાયેલ આરોપીઓએ આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડીકેટ તથા ચાઈનીઝ સાયબર માફિયા સાથે મળીને સાયબર ક્રાઈમના ગુનાઓ કરી આર્થિક લાભ મેળવ્યો અને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમના ગુના આચર્યા છે.ઝડપાયેલ આરોપીઓમાં (૧) સોનલ સંજયભાઈ ફળદુ – અક્ષર ટાઉનશિપ, ચોબારી રોડ, ઉમિયા નગર, ઝાંઝરડા રોડ, તા. જી., જુનાગઢ. (૨) સંજયભાઈ હરિભાઈ ફળદુ – અક્ષર ટાઉનશિપ, ચોબારી રોડ, ઉમિયા નગર, ઝાંઝરડા રોડ, તા. જી., જુનાગઢ. (૩) શૈલેષભાઈ વાલજીભાઈ ડાભી – રહે. ગામઃ કાવીઠા, તા. બોરસદ, જિ. આણંદ. સામેલ છે










































