આરોગ્ય વિભાગ દ્વારા વિઠ્ઠલપુર ખંભાળિયા ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોષી અને ડી.એમ.ઓ એ.કે.સિંગના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકિયાના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર પીઠવાજાળ દ્વારા ૨૫ એપ્રિલે
જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર.કે. જાટ અને ડો. સિધ્ધપુરાનું માર્ગદર્શન મળ્યું હતું તેમજ જિલ્લા સુપરવાઇઝર રાજ્યગુરુભાઈ અને બુહાભાઈ અને તાલુકા સુપરવાઇઝર જોશીભાઈનો સહકાર પ્રાપ્ત થયો હતો. આ શિબિરમાં ગામના પ્રમુખ કિશોરભાઈ, સરપંચ ભાવેશભાઈ, ઉપસરપંચ જયંતીભાઈ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.