વિજપડી ગ્રામ પંચાયતનાં તલાટી મંત્રી મનમાની કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેમાં નામ કમી કરતા પહેલા સામેવાળાને નોટીસ આપ્યા વગર નામ કમી કરવામાં આવે છે. ભલામણ વગર આ કારણીનો દાખલો કાઢી આપવામાં આવતો નથી, ગ્રામ પંચાયતનું ભાડું ભરવા જાય તો તમે દબાણ કર્યુ છે તેમ કહી ધમકી આપવામાં આવે છે. તલાટી મંત્રી મનફાવે ત્યારે અમદાવાદ જતા રહે છે. વેરો ભરવા જતા અરજદારને જૂની પહોંચ લેતા આવો તેમ કહેવામાં આવે છે.કચેરીમાં રહેલા રજીસ્ટરમાં કોનો કેટલો વેરો બાકી છે તેમ તેની માહિતી હોતી નથી? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. સહિતના મુદે સાવરકુંડલા તાલુકાના વિકાસ અધિકારીને તલાટી મંત્રી સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.