વાવડી ગામે નવા-જુના બાદલપુર રોડ પાસેથી પોલીસે દારૂની ૬ પેટી જપ્ત કરી હતી. બોટાદના મોટા છૈડા ગામે રહેતા યુવરાજભાઈ માણશીભાઈ ખવડ તથા સુરેન્દ્રનગરના ભાણેજડા ગામના ઉદયભાઈ જીલુભાઈ ભાંભળા પોતાના હવાલાની કાર લઈને જતા હતા ત્યારે ઉપરોક્ત સ્થળે અટકાવી તલાશી લેતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૬ પેટી મળી આવી હતી. પોલીસે ૯૩,૬૦૦ રૂપિયાનો દારૂ, કાર, બે મોબાઈલ મળી કુલ રૂ.૨,૫૫,૬૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમણે આ દારૂ સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ગામના દશરથસિંહ ચંદુભા ઝાલા પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. બાંટવા દેવળી ગામથી એક યુવક ભારતીય બનાવટના વિદેશી દારૂને પ્લાસ્ટિકની પાણીની લુઝ બોટલમાં લઈ જતા મળ્યો હતો. બરવાળા બાવળ ગામેથી એક યુવક પાસેથી દારૂની બોટલ મળી હતી. જિલ્લામાં બે મહિલા સહિત ત્રણ લોકો પાસેથી ૬ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય ૧૭ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.