વાલ્મિકી સમાજ શિક્ષણ સંગઠનની અમરેલીની ટીમ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને વાલ્મિકી સમાજનું ગૌરવ એવા મંત્રી દર્શનાબેન વાઘેલા સાથે શુભેચ્છા મુલાકાત કરી અમરેલી વાલ્મિકી સમાજ શિક્ષણ સંગઠન દ્વારા સમાજ માટે કરાતી પ્રવૃત્તિથી બંને મંત્રીઓને માહિતગાર કરાયા હતા ત્યારે મંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા તેમજ મંત્રી દર્શનાબેન વાઘેલાએ કામગીરી બિરદાવી અને સમાજ માટે કઈપણ કામ હોય તો ધ્યાન દોરવા બંને મંત્રીઓએ જણાવ્યું હતું. આ તકે પ્રમુખ પંકજભાઈ વાળા, ઉપપ્રમુખ ભાવેશભાઈ વાળોદરા, મહામંત્રી લાલજી ચાવડા, મહામંત્રી ખનેશભાઈ ગોહિલ, કુંકાવાવના પ્રમુખ સચિન ગોહેલ પણ હાજર રહ્યા હતા.







































