દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યા પછી કેન્દ્ર સરકારના ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનની માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે. દરમિયાન, કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ યોજના પર સરકારની વધુ પડતી નિર્ભરતા અંગે ચિંતા વ્યક્ત કરી અને સમગ્ર વર્ષ દરમિયાન નક્કર ઉત્સર્જન નિયંત્રણ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્્યો. રમેશે કહ્યું કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ દર શિયાળામાં વધુ ખરાબ થાય છે, પરંતુ સરકારનો પ્રતિભાવ કટોકટીના પગલાં સુધી મર્યાદિત રહ્યો છે.તેમણે ‘એકસ’ પર લખ્યું કે દિલ્હીમાં જીઆરએપી-૩ લાગુ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૪ થી ૨૦૧૭ ની વચ્ચે વાયુ પ્રદૂષણ સંકટના પ્રતિભાવમાં આ યોજનાને મંજૂરી આપી હતી. એવી આશા હતી કે સમય જતાં તે ઓછી જરૂરી બનશે કારણ કે ઉત્સર્જન વર્ષભર ઘટશે, પરંતુ હવે તે સંપૂર્ણપણે પ્રતિક્રિયાશીલ બની ગયું છે.કોંગ્રેસ નેતાએ કહ્યું કે સરકારે કટોકટી વ્યવસ્થાપન કરતાં કટોકટી નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જાઈએ. તેમણે ચેતવણી આપી કે જા વર્તમાન પરિસ્થિતિઓ ચાલુ રહેશે, તો રાષ્ટ્રીય હવા ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરવા માટે દિલ્હીએ હજુ પણ તેના પીએમ૨.૫ સ્તરને ૬૦% થી વધુ ઘટાડવાની જરૂર છે. રમેશે કહ્યું, “દિલ્હીને સ્વચ્છ હવા પ્રાપ્ત કરવા માટે મજબૂત, બહુ-ક્ષેત્રીય પગલાં લેવાની જરૂર છે.” “આ ફક્ત ઓક્ટોબર-નવેમ્બર પૂરતું મર્યાદિત ન હોવું જાઈએ, પરંતુ આખું વર્ષ હોવું જાઈએ.”







































