વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી એટલે કે નવીનીકરણીય ઊર્જા સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાના ગુજરાતના મજબૂત વિઝન અને મહત્વાકાંક્ષી મિશનની સાથે, ઉત્તર ગુજરાત આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પોતાનું નેતૃત્વ પ્રદર્શિત કરવા માટે સજ્જ છે.અમદાવાદ ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ રાજ્યની ગ્રીન એનર્જી પહેલ જેવી કે, મોટા પાયાના રિન્યુએબલ એનર્જી પાર્ક,ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ, વિતરિત સૌર ઊર્જાની પહેલો, તેમજ ઊર્જા જરૂરિયાતો અને ક્લાઇમેટ સંબંધિત પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે વિકસિત કરવામાં આવી રહેલા આધુનિક ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉજાગર કરશે.વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સ્થાપિત ક્ષમતા અને વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાના રાષ્ટ્રિય લક્ષ્યાંકો સાથે સુસંગત, ગુજરાતે પહેલેથી જ એક સીમાચિહ્ન હાંસલ કરી લીધું છે. રાજ્યની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાના ૫૦%થી વધુ હવે નવીનીકરણીય †ોતોમાંથી (નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫) આવે છે.ગુજરાતના કચ્છ જિલ્લામાં ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ (પવન-સૌર) રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન છે, જેની પ્રસ્તાવિત ક્ષમતા ૩૭.૩૫ જીડબ્લ્યુ છે. ભારતનો પ્રથમ નિયરશોર વિંડ પાયલટ પ્રોજેક્ટ ભાવનગરમાં મહુવા ખાતે શરૂ કરવામાં આવ્યો છે, જેના થકી ગુજરાત પવન ઊર્જા ક્ષેત્રે એક ડગલું આગળ વધશે. ગુજરાત વર્ષ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૩ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખે છે, જે રાષ્ટ્રિય લક્ષ્યાંકના ૬૦% યોગદાન આપશે.ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના આંકડા (માર્ચ ૨૦૨૫ સુધી) મુજબ, ઉત્તર ગુજરાતના તમામ નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાં સૌર ઊર્જા સ્થાપિત ક્ષમતા સૌથી વધુ છે, જે રાજ્યની ૪,૫૭૮ સ્ઉ ની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ૯૪.૪%નું યોગદાન આપે છે.પાટણ જિલ્લો ૨,૩૬૧.૮૬  ની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે રાજ્યમાં ટોચના સ્થાને છે. જિલ્લાની આ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સૌર, પવન અને સ્મોલ હાઇડ્રો (લઘુ જળવિદ્યુત) ઊર્જા દ્વારા સંચાલિત છે. પાટણમાં ૭૪૯ સ્ઉ ની ક્ષમતા ધરાવતો ચારણકા સોલાર પાર્ક આવેલો છે, જે ગ્રીડ ઈન્ટીગ્રેશન અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે એક સફળ મોડેલ છે.મોઢેરા ભારતનું પ્રથમ એવું ગામ છે, જે ૨૪-૭ સૌર ઊર્જાથી ચાલે છે. મોઢેરામાં ૧૫ સ્ઉર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે ૬ સ્ઉ નો સોલાર પ્લાન્ટ સંકલિત છે. વધુમાં, બનાસકાંઠાના રાધાનેસડા સ્થિત ૭૦૦ સ્ઉ નો અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ અદ્યતન સૌર માળખાકીય સુવિધાઓ અને કાર્યકારી શ્રેષ્ઠતાનું ઉદાહરણ આપી રહ્યો છે.