પાંચતલાવડા ગામના ખેડૂતના રૂપિયા ૧૫૦૦૦ની કિંમતના મોટર સાયકલની વાડીના ઝાંપા પાસેથી ચોરી થઈ હતી. બનાવ અંગે મુકેશભાઇ પોપટભાઇ માંગુકીયા (ઉ.વ.૪૫)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તા.૦૩/૦૪/૨૫ ના રોજ સાંજના આશરે પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધીમાં શાખપુર-દામનગર રોડે આવેલ ભીખાભાઇ રામજીભાઇ વઘાસીયા રહે.પાંચતલાવડા તા.લીલીયા વાળાની વાડીના જાપા પાસે બહારના ભાગેથી તેમના બાઈકની ચોરી થઈ હતી. વાહનની કિંમત ૧૫૦૦૦ જાહેર થઈ હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.