ખાંભા નજીક વાંકુનીધાર સ્થિત પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે રાજુલા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંગઠન દ્વારા પદ્મશ્રી રતિભાઈ બોરીસાગરનો સન્માન સમારોહ યોજાયો હતો. અમરેલી જિલ્લા અને મહુવા તાલુકા જ્ઞાતિ સંગઠન પ્રેરિત આ કાર્યક્રમમાં મુક્તાનંદબાપુ અને રામબાલકદાસબાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. નાની બાળાઓના સ્વાગત ગીતથી ગુંજી ઉઠેલા આ પ્રસંગે અનેક સંતો અને અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યાં હતા.





































