લીલીયા શહેરની પૌરાણિક બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે દરરોજ જુદા જુદા હિંડોળા દર્શનનો લાહવો મોટી સંખ્યામાં વૈષ્ણવો લઈ રહ્યા છે. આ સમયે કલિંદગિરી મસ્તકે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિંડોળાનો શણગાર મુખ્યાજી રવિભાઈ ભટ્ટના માર્ગદર્શન તળે કરવામાં આવ્યો હતો. હિંડોળા દર્શનમાં લીલીયા, ગોઢાવદર, પુંજાપાદર સહિત ગામોના વૈષ્ણવ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.