વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમાલીયા ગામ ખાતે શિક્ષક દંપતીની કાર નદીના ધસમસતા વહેણમાં તણાઈ જવા પામી છે. કારમાં સવાર શિક્ષક પતિનો આબાદ બચાવ થવા પામ્યો છે. જા કે ૮ વર્ષની બાળકી અને શિક્ષક માતા કાર સાથે નદીના પ્રવાહમાં કાર સાથે તણાઈ ગયા છે. મોડી રાત્રે સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમ દ્રારા શોધખોળ હાથ ધરાઈ છે.વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતા શિક્ષક દંપતી મહેશભાઈ પટેલ તેમના પત્ની તનાશા પટેલ અને ૮ વર્ષીય બાળકી યશવી સાથે ડુમલાવ ખાતે તેમના સાસરે ગયા હતા. મોડી સાંજે ડુમલાવથી પારડી પરત ફરી રહેલા દંપતીની કાર તરમાલિયા ગામના ભેસુફળિયા ખાતે આવેલી નદીમાં ભારે વરસાદના કારણે નદીના પાણીની સપાટી અને નદીમાં વેણ વધારે હોવાથી જાણ કાર ચાલકને ન થતા કાર તણાવા લાગી હતી.જે બાદ શિક્ષક મહેશ ભાઈ દ્વારા કારની બારી ખોલી કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન નદીનો પ્રવાહ ખૂબ વધુ હોવાના કારણે મહેશભાઈ બાજુમાં આવેલ એક ઝાડના સહારે લટકી ગયા હતા. જે બાદ કાર નદીમાં તણાય જતા શિક્ષિકા તનાસાબેન અને તેમના પુત્રી યશ્વી કારમાં ફસાઈ જતા કાર સાથે તણાઈ જવા પામ્યા હતા.ઘટનાની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક સ્થળ ઉપર આવી નદીમાં ફસાયેલા મહેશભાઈને બચાવી લેવાયા હતા, પરંતુ નદીમાં પાણીનો વેગ વધારે હોવાના કારણે કાર નદીના પટમાં તણાઈ જતા સ્થાનિકો દ્રારા સ્થાનિક તરવૈયાઓ માંગેલા લાઈફ સેવ ગ્રૂપ તથા વહીવટી તંત્ર ને કરતા એનડીઆરએફની ટિમ સ્થળ પર પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જાતા મામલતદાર સહીત ટીડીઓ પણ સ્થળ પર પોહચ્યા હતા. મોડી રાત સુધી શોધખોળ હાથ ધરીયા બાદ પણ મા દીકરી મળ્યા ન હતા.