ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવને કારણે માત્ર શેરબજાર કે ક્રૂડ ઓઈલ જ નહીં, પણ હવે સામાન્ય માણસનું આરોગ્ય પણ જાખમમાં મુકાયું છે.વૈશ્વિક સ્તરે સર્જાયેલા ગેસ સંકટની સીધી અસર વલસાડની સરકારી આયુર્વેદિક હોસ્ટપિલ પર જાવા મળી રહી છે. ગેસના પુરવઠાની અછતને કારણે હોસ્માંપિટલ દર્દીઓની મહત્વની સારવાર અટકી પડી છે.
વલસાડની સરકારી આયુર્વેદિક હોસ્લપિટલમાં અનેક દર્દીઓ પંચકર્મ અને સ્ટીમ (વરાળ) લેવા માટે આવતા હોય છે, કારણ કે ખાસ કરીને સાંધાના દુખાવા અને શ્વાસની તકલીફ વાળા દર્દીઓ માટે સ્ટીમ અત્યંત જરૂરી હોય છે. જાકે, હાલમાં સ્ટીમ મશીન ચલાવવા માટે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી હોસ્ટપિટલ તંત્ર લાચાર બન્યું છે અને દર્દીઓની સારવાર અટકી પડી છે. આ સ્તિથિના પરિણામે દૂર-દૂરથી સારવાર માટે આવેલા દર્દીઓને ગેસની અછતને કારણે વગર સારવારે જ પરત ફરવાની નોબત આવી રહી છે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાતા ગેસના જથ્થામાં અછત વર્તાઈ રહી છે. સરકારી હોસ્ટપિટલોમાં પણ જ્યારે આ સંકટ પહોંચ્યું છે ત્યારે આરોગ્ય તંત્ર સામે મોટા સવાલો ઉભા થયા છે. તંત્રની લાચારી વ્યક્ત કરતા હોસ્પિટલ સત્તાધીશો જણાવી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ન મળવાને કારણે તેઓ ઈચ્છવા છતાં દર્દીઓને સ્ટીમ જેવી પાયાની સારવાર આપી શકતા નથી. આ પરિસ્તિથિને કારણે દર્દીઓમાં રોષ જાવા મળી રહ્યો છે, કારણ કે મોંઘી ખાનગી હોસ્પિટલ લો છોડીને સરકારી હોસ્પિટલ માં આવતા ગરીબ દર્દીઓ માટે હવે સારવાર લેવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે.
વૈશ્કવિક સ્તરે જા આ યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં માત્ર ગેસ જ નહીં પણ જીવનજરૂરી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો અને અછત જાવા મળી શકે છે. વલસાડની હોસ્ટપિટલની આ ઘટના તો માત્ર એક ટ્રેલર હોવાનું વેપારી આલમ માની રહ્યું છે.










































