મીડિયા ફેડરેશન આફ ઇન્ડીયા દ્વારા આયોજિત “બિઝનેસ આઈકોન એવોર્ડ અને સેમિનાર ૨૦૨૫” કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા પત્રકાર અને મીડિયા ઉદ્યોગના પ્રખર કાર્યકર  આશુતોષ પંડ્યાને “બેસ્ટ કોન્ટ્યુબ્યુશન ઇન ધી ફિલ્ડ ઓફ જર્નાલિઝમ”ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.નવીદિલ્હી ખાતે યોજાયેલા એવોર્ડ અને સેમિનારમાં દેશના વિવિધ રાજયોમાંથી આવેલા પત્રકારોની હાજરીમાં આશુતોષ પંડયાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો આ એવોર્ડ મળ્યા બાદ ગુજરાતના પત્રકારોએ તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી

આશુતોષ પંડ્યાએ તેમના ૩૮ વર્ષના પત્રકાર જીવન દરમિયાન ગુજરાતના અનેક જાણીતા દૈનિકો અને સાપ્તાહિકોમાં પત્રકાર તેમજ મુખ્ય સંપાદક તરીકે નોંધપાત્ર કામગીરી કરી  છે. તેમણે જીએનએસ ન્યૂઝ એજન્સીની સ્થાપના કરી અને તેને એક પ્રાદેશિક અને રાષ્ટ્રિય સ્તરની સમાચાર એજન્સી તરીકે વિકસાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન પત્રકારત્વની ઋજુતા, સામાજિક જવાબદારી અને નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખી તેમણે અનેક વિમર્શજનક મુદ્દાઓ ઉપર વિસ્તૃત રિપોટિંગ કરીને જનજાગૃતિ ફેલાવી છે.

હાલમાં તેઓ જી ૧૮ ન્યુઝ સર્વિસ પ્રા. લિ.ના એડિટર ઇન ચીફ-સીઇઓ  તરીકે કાર્યરત છે. તેમના માર્ગદર્શન હેઠળ જી ૧૮ ન્યૂઝ ટૂંક જ સમયમાં હિન્દી નેશનલ ન્યૂઝ ચેનલ તરીકે દેશ-વિદેશના કુલ ૫૨ ડિજીટલ પ્લેટફોર્મ્સ પર લોન્ચ થવા જઈ રહી છે