ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી ૨૦ શ્રેણીની અંતિમ મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ૪.૫ ઓવર સુધી બેટિંગ કર્યા પછી વરસાદને કારણે રમત રોકી દેવામાં આવી હતી, જેના કારણે મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે, ટીમ ઇન્ડિયાએ ટી ૨૦ શ્રેણી પણ ૨-૧થી જીતી લીધી. ભારતીય ટીમે ટી ૨૦ શ્રેણીની ચોથી મેચ એકતરફી ૪૮ રનથી જીતી લીધી, જેમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. આવતા વર્ષે યોજાનાર ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાની વિદેશી ધરતી પર આ છેલ્લી ટી ૨૦ મેચ પણ હતી. ભારતીય ટીમ પાસે હવે વર્લ્ડ કપ પહેલા ઘરઆંગણે વધુ બે ટી ૨૦ શ્રેણી રમવાની છે.બંને ટીમો માટે ૧૧ ખેલાડીઓ રમી રહ્યા છેઓસ્ટ્રેલિયા – મિશેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, જાશ ઈંગ્લીસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, જાશ ફિલિપ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશીસ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝામ્પા.ભારત – અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.