આદિવાસી પરંપરામાં મહુડાનો રોલ ખૂબ જ મહત્વનો છે. કહેવાય છે કે, જ્યારે ભોજનની સમસ્યા આવે છે તો આદિવાસી સમાજ મહુડાના ફૂલ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. મહુડાનું ઝાડ સર્વગુણ સંપન્ન છે. તેના ફૂલનો રસ શક્તિશાળી છે. આયુર્વેદમાં મહુડાનું વિશેષ સ્થાન છે. મહુડો ખાવાથી હીમોગ્લોબિનનું સ્તર વધે છે. પેટના અલ્સર સહિત અન્ય રોગો પણ ઠીક થઈ જાય છે. ચિત્રકૂટના માનિકપુર સીએચસીમાં તૈનાત ડોક્ટર પવને જણાવ્યું છે કે, મહુડાનું સેવન સ્વાસ્થ્યને કેટલાય પ્રકારે રાહત આપે છે. કારણ કે મહુડો ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. મહુડાનું સેવન કરવાથી કેટલીય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. મહુડામાં પ્રોટીન, ફેટ, આયર્ન, ફોસ્ફોરસ, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ જેવા તત્વો જોવા મળે છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. ગુણોની વાત કરીએ તો, ડાયાબિટીઝથી પીડિત લોકોને મહુડો લાભ પહોંચાડે છે. તેના પત્તાનો અર્ક પણ શુગરને કંટ્રોલ કરે છે. દૂધ અને મહુડાનું મિશ્રણ હાઈ બ્લડ પ્રેશરને રોકવામાં મદદ કરે છે. મહુડાનું વધારે સેવન કરવાથી આપણા માટે હાનિકારક સાબિત થાય છે. કેમ કે જો આપ બ્લડ શુગર લેવલ કમ કરવાની દવાનું સેવન કરતા હશો તો તમારે મહુડાનું સેવન ન કરવું જોઈએ. મહુડાનું વધારે સેવન કરવાથી ઈન્ફર્ટિલિટીમાં તકલીફો આવી શકે છે. તો વળી અમુક લોકોને મહુડામાં રહેલા તત્વોથી એલર્જી પણ થઈ શકે છે. ત્યારે આવા સમયે તેનું સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ, ત્વચા પર લાલ ફોલ્લી પડવી, ખંજવાળ આવવી, બળતરા જેવી સમસ્યા થઈ શકે છે.
ઘેઘૂર મહુડા ઉનાળાની બપોરે લીમડાની છાયા કરતાં પણ વધુ શીતળતા આપે છે. ખૂબ મીઠી સુગંધથી મહેકતા એના ફૂલ ખૂબ ઊંચું પોષણ મૂલ્ય ધરાવે છે. આ ફૂલની ઔષધિય ઉપયોગિતા પણ છે. સદા હરિયાળો રહેતો મહુડો અનેક પક્ષીઓ માટે ઘરની ગરજ સારે છે. મહુડાના ફૂલ ઇન્ડિયન સ્લોથ બિઅર એટલે કે ભારતીય પ્રજાતિના રીંછ માટે મીઠાઈ સમાન છે. એટલે જ એને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે.
મહુડો એ એક ભારતીય ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે. મહુડો લગભગ ૧૦-૧૫ મીટરની ઊંચાઈ સુધી વધે છે. મહુડો ઝડપથી વિકાસ પામતું વૃક્ષ છે. મહુડાને પરિપક્વ થતા ૬-૮ વર્ષ જેટલો સમય લાગે છે. માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે. મહુડો એ આદિવાસી માટે કલ્પવૃક્ષ છે. આદિવાસી સમાજમાં મહુડાને વારસામાં આપવાની પરંપરા છે. મહુડાનાં બધા ભાગનો ઉપયોગ કરી શકાય છે. વાવેતરના ૧૦-૧૫ વર્ષ પછી સરેરાશ કદનો મહુડો ચાલતી સિઝનમાં એક મહિનામાં ૫૦-૧૦૦ કિલોગ્રામ જેટલા ફૂલોનું ઉત્પાદન કરે છે. અને ૬૦ વર્ષ સુધી ફળ આપે છે. એક મહુડાનું ઝાડ વાર્ષિક સરેરાશ પ્રમાણે ૬૨.૫ કિલોગ્રામ ફૂલ અને ૫૯ કિલોગ્રામ ગુલીનું ઉત્પાદન કરે છે. જૂન મહિનામાં ફળ પાકે છે. બીજ ૨ સેમી જેટલા કદના ભુરા અને ચમકતા હોય છે. મહુડાનાં બીજ પર છાલનું કવચ હોય છે. મહુડાનું ફળ ડોળી નામે ઓળખાય છે, જે ઉનાળામાં આવે છે. આ ડોળીને ફોડીને તેને સુકવવામાં આવે છે. ત્યારબાદ તેનું પિલાણ કરવામાં આવે છે. આ ડોળીમાંથી તેલ પ્રાપ્ત થાય છે. જે આરોગ્ય માટે ખૂબ જ સારું હોય છે. આદિવાસીઓ મોટેભાગે આ જ તેલનો ઉપયોગ કરે છે. મહુડાનાં ફળ સ્વાદમાં મીઠા હોય છે અને તેના ફળમાંથી દારૂ પણ બનાવવામાં આવે છે. માર્ચ મહિનામાં મહુડાના ફૂલ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. આ ફૂલો ખૂબ તાકતવર હોય છે, અને આ ફૂલોને ખાવાથી ઘણા બધા લાભ શરીરને મળે છે. આ ફૂલનો રંગ થોડો પીળો હોય છે. આ ફૂલમાં પ્રોટીન, કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે. ફૂલો હંમેશા ઝુમખાંમાં આવે છે. આ ફૂલનો ઉપયોગ ખોરાક તરીકે કરવામાં આવે છે. આ વૃક્ષના પાંદડાને દાંત પર ઘસવાથી દાંતના દુઃખાવામાં રાહત મળે છે. જડબામાંથી લોહી નીકળે ત્યારે આ વૃક્ષની છાલનો રસ કાઢીને તેમાં પાણી મિલાવી કોગળા કરો. દિવસમાં ત્રણ વાર આ પાણીથી કોગળા કરવાથી લોહી નીકળતું બંધ થઈ જશે. ફળનાં બિયાં પાણીમાં ઘસીને આંજવાથી સાપનું ઝેર ઉતરી જાય છે. આંખોમાં ધૂળ જાય ત્યારે મહુડાના ફળનો રસ આંખોમાં નાખવાથી આંખોને એકદમ સાફ કરી દેશે. મહુડાના રસમાં તમે ચાહો તો મધ પણ નાખી શકો છો. બવાસીર થાય ત્યારે તમે મહુડાના ફળનું સેવન કરો તમે થોડા ફૂલોને લઈ એને ઘીમાં નાખી એનું સેવન કરો. રોજ પડેલા મહુડાના ફળને ખાવાથી બવાસીરથી આરામ મળશે. મહુડાનાં પાંદડાઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે અને આ તેલને ચહેરા પર લગાવવાથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીરના કોઈપણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે. મહુડાની ડોળી (બીજ)ના તેલનો ઉપયોગ (જે સામાન્ય તાપમાન પર જામી જાય છે) સાબુ અથવા ડિટર્જન્ટ બનાવવા માટે, અને વાનસ્પતિક માખણના રૂપમાં કરવામાં આવે છે. ઈંધણ તેલના રૂપમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેલ કાઢ્યા બાદ વધેલા ખોળનો ઉપયોગ જાનવરોના ખાવા માટે અને ખાતર તરીકે કરવામાં આવે છે.
મહુડાની છાલનો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે. ડાયાબીટીસના દર્દી માટે મહુડાની છાલનો કાવો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. મહુડાની છાલનો કાવો પીવાથી ઘૂંટણના દર્દ અને સુજનથી રાહત મળે છે. કાવો ના પીવો હોય તો એનો લેપ પણ લગાવી શકાય છે. (લેપ બનાવવા માટે તમે એની છાલને પીસી તેમાં ગરમ સરસોનું તેલ મેળવો પછી આ લેપને લગાવી લો. આ લેપ લગાવવાથી સુજનથી રાહત મળી જશે.) લાકડું ઈમારતી લાકડા તરીકે, મકાન બાંધકામમાં થાંભલા કે મોભ તરીકે વપરાય છે. આમ મહુડો આદિવાસી સમાજ માટે આવકનું સૌથી મોટું સાધન અને આદિવાસીઓના કલ્પવૃક્ષ તરીકે ગણાય છે.