પૈસાની ઉઘરાણી કરતા વડોદરા શહેરના સમા-સાવલી રોડ વિસ્તારમાં સ્પા વર્કર યુવતીને એક પુરૂષ અને બે મહિલા દ્વારા અપહરણ કર્યા બાદ ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત શરીરે ગરમ ચપ્પુના ડામ આપ્યા બાદ સોના-ચાંદીના દાગીના લૂંટી અને નિર્વસ્ત્ર કરી નાચવા મજબૂર કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે યુવતીની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ  સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.ફરિયાદી યુવતીએ અગાઉ સ્પામાં કામ કરતી શિવાની મોરે નામની યુવતીને એડવાન્સ તરીકે રૂપિયા ૬ હજાર આપ્યા હતા. છેલ્લા ૧૦-૧૨ દિવસથી આ નાણાં પરત મેળવવાના હોવાથી યુવતી તેને ફોન કરી પૈસા માગતી હતી, ત્યારે શિવાનીએ ૧૩ નવેમ્બરની રાત્રે આશરે ૧૦ વાગ્યે ફોન કરી યુવતીને એસ-૯ સ્ક્વેર કોમ્પ્લેક્સ પાસે પતંજલિ સ્ટોરની બાજુમાં બોલાવી હતી. ત્યાં સફેદ કલરની કાર આવી અને તેમાંથી શિવાની મોરે, તેનો પતિ વક્કાસ ઉર્ફે વકાર ફરીદભાઈ મલેક અને મુંબઇની ફજરીન આશિફ સલીમ શેખ બહાર નીકળ્યા હતા.ત્રણેય આરોપીઓએ ભેગા મળીને યુવતીના વાળ અને હાથ પકડીને બળજબરીથી ગાડીની પાછળની સીટ પર બેસાડી દીધી હતી. આરોપીઓએ યુવતીના ત્રણ ફોન કબજે કરી ચહેરા પર મુક્કા મારી અને ચપ્પુ બતાવી ચૂપ કરાવી દીધી હતી. ત્યાર બાદ અવાવરૂ જગ્યાએ એક મકાનમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. વક્કાસે આરોપ લગાવ્યો હતો કે, ‘તું મારી પત્ની પાસે ખરાબ ધંધો કરાવે છે, તેની ઇજ્જત ખરાબ કરે છે અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપે છે.’ જાકે, યુવતીએ આરોપ નકાર્યો અને સ્પાના સીસીટીવી તપાસવા કહ્યું હતું. પરંતુ ત્રણેય આરોપીઓએ ગડદાપાટુનો માર માર્યો તેમજ ચપ્પુના હાથાથી શરીરે ઈજાઓ પહોંચાડી હતી.આ પછી તેને શિવાની-વક્કાસના તાંદલજા ખાતે આવેલા ઘરે લઈ ગયા હતા. ત્યાં વધુ માર માર્યા બાદ ગેસ પર ચપ્પુ ગરમ કરી વારાફરતી બંને પગ, નાકની જમણી બાજુ, જમણા હાથના પંજા અને જમણા કાન પાસે ડામ આપ્યા હતા. યુવતીના ગળામાં પહેરેલી સોનાની ચેન-પેન્ડલ, બંને હાથમાં ત્રણ સોનાની તથા ચાર ચાંદીની વિંટીઓ અને સોનાની કાનની બુટ્ટી બળજબરીથી કાઢી લીધી હતી. વક્કાસે ચપ્પુથી કપડાં ફાડીને ઉતારી નાખ્યા, પગની જાંઘ-ગોઠણ તથા ડાબા હાથના પંજા પર ઈજા કરી નિર્વસ્ત્ર કરી નાચવા મજબૂર કરી હતી. તેને ગરેકાયદેસર ગોંધી રાખીને ધમકી આપી હતી કે, ‘પૈસા ભૂલી જા, અહીંથી નીકળવું હોય તો વધુ પૈસા આપ.સવારે યુવતીએ સ્પા માલિકને ફોન કરી પોલીસ બોલાવી હતી. જેપી રોડ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતી તથા ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. બનાવ સમા-સાવલી રોડથી શરૂ થયો હોવાથી સમા પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યો હતો. યુવતીની પ્રાથમિક સારવાર બાદ ફરિયાદ નોંધી હતી ડીસીપી એન્ડ‰ મેકવાને જણાવ્યું હતું કે, ફરિયાદ કરનાર યુવતી સ્પામાં કામ કરતી હતી. તેને અહીંથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તાર અને તાંદલજા વિસ્તારમાં લઈ જઈ માર મારવામાં આવ્યો તેને ફરિયાદ છે. આરોપીઓ યુવતીને તેમના ઘરે પણ લઈ ગયા હતા. ફરિયાદને આધારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓમાં વક્કાસ ઉર્ફે વકાર ફરીદભાઈ મલેક (રહે. ૨૦૫ આશિમ ફ્લેટ, સનફાર્ના કંપની ગેટ નં.૨ સામે, તાંદલજા, વડોદરા), શિવાની હેમંત મોરે (પત્ની વક્કાસ મલેક) અને ફજરીન આશિફ સલીમ શેખ (રહે. બી/૫૮ અજગર અલી કંપાઉન્ડ, વીજયકુંજ બિÂલ્ડંગ, શાંતાક્રુઝ ઈસ્ટ, મુંબઈ)નો સમાવેશ થાય છે.