વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલમાં થયેલી કથિત બેદરકારીના કારણે એક માતા અને તેના નવજાત બાળકના મોતનો ગંભીર આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે, અને તેઓએ હોસ્પિટલના ડા. દલપત અને સંજીવની હોસ્પિટલ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારે આ મામલે ન્યાયની માંગણી સાથે વડોદરાના પોલીસ કમિશનર ભવન ખાતે રજૂઆત કરી છે.
આ ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડિલિવરી પૂર્વે હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી સોનોગ્રાફી દરમિયાન ખોટી માહિતી આપવામાં આવી હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે.
આ ખોટી માહિતીને કારણે ડિલિવરી દરમિયાન જટિલતાઓ સર્જાઈ, જેના પરિણામે નવજાત બાળકનું મોત થયું. આ ઉપરાંત, માતાની તબિયત પણ ઝડપથી બગડતાં તેનું પણ મોત નીપજ્યું. પરિવારનું કહેવું છે કે હોસ્પિટલની બેદરકારી અને ડા. દલપતની લાપરવાહીના કારણે આ દુઃખદ ઘટના બની.
આ ઘટના બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જાવા મળ્યો.તેઓએ હોસ્પિટલના સંચાલકો અને ડા. દલપત સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારે હોસ્પિટલને સીલ કરવાની અને ડા. દલપતનું લાઇસન્સ રદ કરવાની માંગણી કરી છે. તેઓએ આ મામલે ન્યાય મેળવવા માટે વડોદરા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.