વડીયા ગામના સ્મશાનગૃહમાં ગતરાત્રે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્‌યું હોવાનું જાણવા મળ્યું છે. સ્મશાનમાં સ્થાનિક લોકોએ આપેલા ફાળાથી બેસવા માટે સિમેન્ટના બાકડા મૂકવામાં આવ્યા હતા, જેને અજાણ્યા તત્વોએ પથ્થર મારી તોડી પાડ્‌યા હતા. આ તોડફોડને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં સરપંચ મનિષભાઈ ઢોલરીયા, ભાજપના નેતાઓ તથા અન્ય આગેવાનોએ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. તેમણે તોડફોડ કરનાર અસામાજિક તત્વોને ઝડપવા અને કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત કરી છે. સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે દારૂડિયા અને તોડફોડ કરનારાઓ સામે પોલીસ કડક પગલા ભરી જાહેરમાં પાઠ ભણાવે જેથી આવી ઘટના ફરી ન બને.