ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને વતનનો લાભ આપવા માટે ફરી અનુભવી શિક્ષકોની બદલીની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ અંતર્ગત વડીયાની ગ્રામપંચાયત સંચાલિત સુરગવાળા હાઈસ્કૂલના ત્રણ શિક્ષકો માનસિંહ મોરી, ચંદ્રેશ રંગાણી, કિશોર માંડવીયાની સુરત અને ડોળાસા ખાતે બદલી થતા તેમને શ્રીફળ, પડો, મોમેન્ટો અને સન્માન પત્ર આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.