વડીયા ખાતે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ સરકારની બે વીમા પોલિસીઓ – પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ સુરક્ષા વીમા યોજના (PMSBY) બાબતે વિવાદમાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બેન્કે તેના ખાતેદારોની મંજૂરી વિના જ તેમના ખાતામાંથી આ યોજનાઓના પ્રીમિયમની રકમ કાપી લીધી હતી અને પોલિસીઓ ફરજિયાત આપી દીધી હતી. ગ્રાહકોને મોબાઈલ મેસેજ દ્વારા આ કપાતની જાણ થતા તેઓએ બેન્કનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં બેન્ક અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા ગ્રાહકો ઉગ્ર બન્યા હતા. ત્યારબાદ બેન્કે મંજૂરી વિના કપાયેલા રૂપિયા પરત કર્યા હતા. ગ્રાહકોની પરવાનગી વગર આ રીતે વીમા પોલિસી થોપી બેસાડવી અને પ્રીમિયમ કાપી લેવું કેટલું યોગ્ય છે, તે મોટો સવાલ છે. આ બાબતે બેન્ક ઓફ ઇન્ડિયાના ઉપરી અધિકારીઓ અને આરબીઆઈ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગણી પ્રવર્તી રહી છે.