વડીયાના સનાળા ગામેથી ફરજામાં ખીલે બાંધેલા પાડરુની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. અશ્વીનભાઈ પોપટભાઈ સોરઠીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, કોઇ અજાણ્યો ચોર ઇસમ તેમના ફરજામાં બાંધેલા આશરે એકાદ વર્ષના ભેંસના પાડરૂ (પાડો)ને દોરડું તોડી ચોરીને લઇ ગયો હતો. તેની કિંમત રૂ. ૧૦૦૦૦ જાહેર થઈ હતી.