વડીયાના મોટા ઉજળા ગામનો યુવક એક સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. બનાવ સંદર્ભે સગીરાના પિતાએ જતિન ઉર્ફે જીગો બાબુભાઈ ચૌહાણ સામે ફરિયાદ
નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેની દીકરી સગીર વયની છે તેવું
જાણતો હોવા છતાં લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાના તથા બદકામ કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયો હતો.વડીયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એ.એન. ગાંગણા વધુ તપાસ કરી રહ્યા છે.