વડીયાના દેવગામના યુવક પાસેથી ૧૦ લીટર દેશી દારૂ મળ્યો હતો. દેવગામ -સારીંગપુર વચ્ચેથી યુવક પસાર થતો હતો ત્યારે અટકાવી તલાશી લેવામાં આવતાં આ જથ્થો મળ્યો હતો. અમરેલી, વાંકીયા, રાંઢીયા, જાફરાબાદમાંથી એક-એક મળી કુલ ચાર ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. નાગેશ્રી બસ સ્ટેશનપાસેથી એક પુરુષ કેફી પીણું પીધેલી હાલતમાં ટુ વ્હીલ ચલાવતા પકડાયો હતો.