કેન્સર હોસ્પિટલના લાભાર્થે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા અમરેલી જિલ્લામાં ખોડલધામ રથનું પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે.
વડીયા તાલુકામાંથી શરૂ થયેલા રથના પરિભ્રમણ દરમિયાન તોરી ખાતે ખોડલધામ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાઆરતી સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા કન્વીનર રમેશભાઈ કાથોડીયા, પરેશભાઈ કોટડીયા, સત્યમભાઈ મકાણી, રવજીભાઈ પાનસુરીયા, પ્રાગજીભાઈ પાનસુરીયા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.