વડીયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયામાં વૃદ્ધ દંપતીના ડબલ મર્ડર કેસમાં થયેલી બે દિવસની તપાસ અંગે રિવ્યૂ કરવામાં આવ્યો. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ બેસણામાં જઈ ડીવાયએસપી દેસાઈ, એલસીબી પીઆઈ અને પીએસઆઈ સાથે રૂબરૂ ચર્ચા કરી હતી. તેમણે તપાસમાં ઝડપ લાવવા ૧૦ અલગ-અલગ ટીમો બનાવવામાં આવ્યાની માહિતી મેળવી તથા આરોપીઓને ઝડપીને કડકમાં કડક સજા થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી. મૃતકના પરિવારજનોને સરકાર તરફથી સહાય મળે તે માટે ખેતીવાડી વિભાગના અધિકારીઓને પણ તાત્કાલિક ફોન કરી સહાય પ્રક્રિયા ઝડપી કરવા કહ્યું હતું.