વડીયાના ખજુરી ગામે દીવાલ પરથી પટાકાતાં પરપ્રાંતીય શ્રમિકનું મોત થયું હતું. બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના જોબટ તાલુકાના મોટા ઇટારા ગામના અને હાલ ખજુરી ગામે છગનભાઈ વલ્લભભાઈ હીરપરાની વાડીએ રહેતા ચંદુભાઈ સાદરભાઈ બાંગડીયા (ઉ.વ.૨૦)એ જાહેર કર્યા મુજબ, ફુલસિંહ પુનાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૪) પીપરના ઝાડ ઉપરથી નીચે રહેલ દિવાલ ઉપર ભટકાઇ નીચે પડતા ઇજા થતાં મૃત્યુ પામ્યા હતા. વડીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.બી. કલસરીયા વધુ તપાસ કરી રહ્યા છે. વડીયાના ઢુંઢીયા પીપળીયા ગામે કાન્તીભાઈ છગનભાઈ વાવલીયાની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના બડવાણી જિલ્લાના રાયચુલી ગામના કરણસિંગ બિલોરસિંગ ખરતે જાહેર કર્યા મુજબ, તેમના પત્ની ઝગ્ગીબેન કરણસિંહ ખરતનું શ્વાસની બીમારીથી મોત થયું હતું.