અમરેલી આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. કુંકાવાવ-વડીયા તાલુકાના છેવાડાના ગામોમાં આરોગ્ય સેવા આપતા વડીયા-૧ના આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો NQAS (નેશનલ કવોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુણવત્તા, જ્ઞાન કૌશલ્ય, ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ, દર્દીઓમાં
જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીના મૂલ્યાંકન બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. વિવિધ પ્રકારની કામગીરીમાં ૯૫.૧૬% ટકા સ્કોર મેળવીને આ આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.